- ભારત-પાક.મેચ વચ્ચે જોવા મળ્યો અજીબ નજારો
- શાહીન અફરીદીએ બુમરાહને આપી ભેટ
- પિતા બનવા પર બુમરાહને પાઠવી શુભેચ્છા
ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ તાજેતરમાં પિતા બન્યા છે. બુમરાહની પત્ની સંજના ગણેશને દીકરાને જન્મ આપ્યો છે. જેથી બુમરાહ ચાલુ એશિયા કપમાં ભારત પરત ફર્યો હતો. જો કે, બુમરાહે પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4 મેચમાં વાપસી કરી છે. બુમરાહને મોહમ્મદ શમીનું સ્થાન આપ્યું છે, ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમિયાન અફરીદીએ બુમરાહને ગિફ્ટ આપી છે.
શાહીને બુમરાહને આપી સ્પેશિયલ ગિફ્ટ
વરસાદ બાદ પાકિસ્તાનના બોલર શાહીન અફરીદીએ જસપ્રીત બુમરહાને એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે. જેથી બુમરાહે અફરીદીનો આભાર માન્યો હતો. આ દરમિયાન શાહીને કહ્યું હતું કે, અલ્લાહ તેને હંમેશા ખુશ રાખે અને તે નવો બુમરાહ બને. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્રિકેટ ફેન્સમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.
વિરાટ-રાહુલ અણનમ
ઉલ્લેખનીય છે કે, રવિવારે વરસાદના કારણે મેચ 24.1 ઓવર બાદ પૂર્ણ થઈ શકી નહતી અને મેચ 11 સપ્ટેમ્બરે રિઝર્વ ડે પર આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચ સ્થગિત થવા સુધી ભારતીય ટીમે 2 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતા. અત્યારે કોહલી 16 બોલમાં 8 અને કેએલ રાહુલ 28 બોલમાં 17 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન માટે શાહીન અફરીદી અને શાદાબ ખાને 1-1 વિકેટ મેળવી છે.