• આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • આજની મેચમાં પણ વરસાદ બની શકે વિલન
  • વરસાદને લઈ અશ્વિને આપ્યું દિલચસ્પ રિએક્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સુપર-4માં રવિવારે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ નથી. જેથી આજે ફરી મેચ રમવામાં આવશે. હવે રિઝર્વ ડે પર પણ વરસાદે ચિંતા વધારી છે. મેચ શરૂ થવાના થોડા સમય પહેલાં વરસાદ શરૂ થયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેચ કોલંબોના આર-પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે હવે અશ્વિને કોલંબોની વરસાદ પર દિલચસ્પ રિએક્શન આપ્યું છે.

આર.અશ્વિને કર્યું ટ્વીટ

ભારતીય સ્પિનરે કોલંબોના વરસાદને ધ્યાનમાં રાખી ગરમ ચા અને સંગીતની વાત રાખી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, કોલંબોમાં રાજા સરના ગીત અને ગરમ ચાનો સમય છે. અશ્વિને એક તસ્વીર પણ શેર કરી છે. જેમાં ગ્રાઉન્ડ કવર્સથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે. મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે મેચ હજુ શરૂ થઈ નથી.

વરસાદે ફેન્સની ચિંતા વધારી

મેચ પહેલાં વરસાદ આવ્યો તે ફેન્સ માટે ચિંતાનો વિષય છે. ક્રિકેટ પ્રેમી આજે એટલે રિઝર્વ ડે પર ભારતની સમગ્ર ઈનિંગની આશા રાખી રહ્યા છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, મેચ ક્યારે શરૂ થશે.


ટીમ ઈન્ડિયા કરી રહી છે બેટિંગ

ઉલ્લેખવીય છે કે, રવિવારે શરૂ થયેલા મેચમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા છે. વિરાટ કોહલી અત્યારે 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. નિયમ અનુસાર, મેચની શરૂઆત 25મી ઓવરથી થશે. એટલે કાલે જ્યાં મેચ રોકવામાં આવી હતી, ત્યાંથી જ મેચ શરૂ થશે.

  • Follow us on: