• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું કરાયું આયોજન
  • વિરાટ કોહલી પ્રથમ મેચમાં જ બનાવશે રેકોર્ડ

વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ વખતે વર્લ્ડકપમાં દિગ્ગજ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા નામ સામેલ છે. આ તમામ ખેલાડીમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે. જે પોતાની ચોથી વર્લ્ડકપ મેચ રમશે.

વિરાટ કોહલી રમશે ચોથી વર્લ્ડકપ

દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી આ વર્લ્ડકપની પ્રથમ મેચ રમતાની સાથે 4 વર્લ્ડકપ રમવાનો રેકોર્ડ બનાવશે. વિરાટ કોહલી પહેલાં આ લિસ્ટમાં આવા અનેક ખેલાડી છે. જે 3 વર્લ્ડકપ રમ્યા છે. સાથે 4 વર્લ્ડકપ રમનારા ખેલાડીઓમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે અને એમ.એસ ધોની જેવા ખેલાડી છે.

ટોપ પર છે સચિન તેંડુલકર

દિગ્ગજ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર 6 વનડે વર્લ્ડકપ રમવા સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. આ ઉપરાંત રિકી પોંટિંગ, મહેલા જયવર્ધન, જેક્સ કૈલિસ સહિત અન્ય અનેક ખેલાડી પોતાના ક્રિકેટ કરિયરમાં 5-5 વનડે મેચ રમ્યા છે.

22 વર્ષની ઉંમરે પ્રથમ વર્લ્ડકપ

વિરાટ કોહલી 2011માં 22 વર્ષની ઉંમરમાં પોતાનો પ્રથમ વનડે વર્લ્ડકપ મેચ રમ્યો હતો. તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના પ્રથમ વર્લ્ડકપ મેચમાં 83 બોલ પર અણનમ 100 રન બનાવ્યા હતા. જે બાદ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 59 રન અને ફાઈનલમાં શ્રીલંકા વિરુદ્ધ 49 બોલ પર 35 રન બનાવ્યા હતા.

  • Follow us on: