• વિરાટ કોહલીને લઈ એબી ડિવિલિયર્સની ભવિષ્યવાણી
  • કોહલી વર્લ્ડકપ બાદ લઈ શકે છે સંન્યાસ
  • એબી ડિવિલિયર્સના દાવામાં તથ્ય કેટલું?

તાજેતરમાં એશિયા કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. જો કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં વિરાટ કોહલી રમ્યો નહતો. હવે ભારતીય ટીમ અને વિરાટ કોહલીની નજર વનડે વર્લ્ડકપ 2023 પર છે. આ વચ્ચે IPLમાં વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે રમી ચૂકેલા સાઉથ આફ્રિકાના ખેલાડી એબી ડિવિલિયર્સે મોટી ભવિષ્યવાણી કરી છે. એબી ડિવિલિયર્સનું માનવું છે કે, વિરાટ કોહલી વર્લ્ડકપ 2023 બાદ વનડે અને T-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લેશે.

એબી ડિવિલિયર્સે શું કહ્યું?

એબી ડિવિલિયર્સે પોતાની યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, વનડે વર્લ્ડકપ બાદ આગામી T-20 વર્લ્ડકપ વર્ષ 2027માં સાઉથ આફ્રિકાની જમીન પર રમવામાં આવશે. આગામી વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું રમવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ 2027 માટે ઘણો સમય બાકી છે. જો તમે વિરાટ કોહલીને પૂછશો, તો તે કહેશે કે, અત્યારે ફોકસ વર્લ્ડકપ 2023 પર છે. સાથે તેમણે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતશે, તો વિરાટ કોહલીને બીજું શું જોઈએ?.. આ વિરાટ માટે શાનદાર ભેટ હશે.

વનડે અને T-20 ફોર્મેટમાંથી લઈ શકે સંન્યાસ

એબી ડિવિલિયર્સે કહ્યું કે, આ વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી વનડે અને T-20 ફોર્મેટને અલવિદા કહી શકે છે. જો કે, વિરાટ અમુક વર્ષો સુધી ટેસ્ટ અને IPL રમી શકે છે. હવે એબી ડિવિલિયર્સની ભવિષ્યવાણી બાદ વિરાટ કોહલીના કરોડો ફેન્સનું દીલ તૂટી ગયું છે, પરંતુ એ જોવું દિલચસ્પ રહેશે કે, શું વિરાટ કોહલી વનડે વર્લ્ડકપ બાદ વનડે અને T-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લેશે?

  • Follow us on: