• T20 વર્લ્ડકપમાં ધૂમ મચાવી રહી છે ટીમ ઈન્ડિયા
  • હાર્દિક પંડ્યાએ ICC રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી
  • ઓલરાઉન્ડરોની તાજેતરની રેન્કિંગમાં ત્રીજા સ્થાને હાર્દિક

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ ICCની તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પંડ્યાને હવે ICC રેન્કિંગમાં આનો ફાયદો મળ્યો છે. હાર્દિકે હવે ICC રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. હવે હાર્દિક ઓલરાઉન્ડરોની તાજેતરની રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ટોપ-3માં પહોંચ્યો હાર્દિક

IPL 2024માં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક હવે T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બેટિંગથી લઈને બોલિંગ સુધી પંડ્યા ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હવે પંડ્યા 213 પોઈન્ટ સાથે ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પંડ્યાને રેન્કિંગમાં ચાર સ્થાનનો ફાયદો થયો છે. આ પહેલા હાર્દિક સાતમા ક્રમે હતો.


પ્રથમ સ્થાને શ્રીલંકન સ્ટાર

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગા પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાની ટીમ ભલે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ હસરંગાએ ટી-20માં પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય અફઘાનિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. નબી હવે 214 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગયો છે.


આ ખેલાડીઓને નુકસાન થયું

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રેન્કિંગમાં સૌથી વધુ નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. અગાઉ સ્ટોઇનિસ પ્રથમ સ્થાને હતો પરંતુ હવે માર્કસ ચોથા સ્થાને સરકી ગયો છે. આ સિવાય બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પણ રેન્કિંગમાં નુકસાન થયું છે. શાકિબ હવે છઠ્ઠા નંબર પર આવી ગયો છે.

  • Follow us on: