• હાર્દિક પંડ્યા શ્રીલંકા પ્રવાસ પર રમતા જોવા મળશે
  • છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા
  • BCCIએ હાર્દિકને બોલિંગ પરીક્ષા આપવા આદેશ કર્યો: સુત્ર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડકપ 2024માં ધમાકેદાર દેખાવ કર્યા બાદ હવે શ્રીલંકા પ્રવાસ પર રમતા જોવા મળશે. છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. IPL 2024માં હાર્દિકને પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પંડ્યાએ વર્લ્ડકપમાં શાનદાર વાપસી કરી હતી. વર્લ્ડકપ પૂરા થયા બાદ હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક માટે નવો આદેશ જારી કર્યો છે. આ આદેશ હાર્દિકની ફિટનેસ અને વનડે ફોર્મેટમાં તેની બોલિંગને ચકાસવા માટે આપવામાં આવ્યો છે.

શું છે BCCIનો નવો આદેશ?

હાર્દિક પંડ્યા વધુ ટી20 ક્રિકેટ રમતા જોવા મળ્યો છે. હાર્દિકને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણીવાર ઈજા થતી જોવા મળી હતી. પંડ્યા છેલ્લે 2023માં ODI વર્લ્ડકપમાં રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ હાર્દિક માત્ર 4 મેચ જ રમી શક્યો હતો. જે બાદ હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર હવે BCCIએ હાર્દિકને વિજય હજારે ટ્રોફી રમવાની સલાહ આપી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર ઈજા બાદ હાર્દિકને લાંબા બોલિંગ સ્પેલ માટે અજમાવવામાં આવ્યો નથી. T20 ક્રિકેટમાં માત્ર 4 ઓવર જ નાખી શકાય છે. આવી સ્થિતિમાં હવે પસંદગીકારો વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસની તપાસ કરશે.

હાર્દિકની ઈજા ચિંતાનો વિષય

હાર્દિક પંડ્યાની ઈજા ટીમ ઈન્ડિયા માટે એક અલગ જ મુશ્કેલી ઊભી કરે છે. આ કારણે શ્રીલંકા સાથેની ટી-20 સિરીઝ માટે પણ પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને હવે પંડ્યાએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને સાબિત કરવું પડશે. તેની ફિટનેસ અને વિજય હજારે ટ્રોફીમાં તેનું પ્રદર્શન વનડે ટીમમાં પંડ્યાનું સ્થાન નક્કી કરશે.

  • Follow us on: