• હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કર ટુર્નામેન્ટમાંથી બહાર
  • ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ હાર્દિકે ટ્વિટર પર પોસ્ટ કરી
  • હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા

હાલ વર્લ્ડ કપનો ખુમાર દરેક લોકો પર જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે મોટા ભાગની ટીમો હાલ ઈજાગ્રસ્ત ટીમો સામે ઝઝૂમી રહી છે. જેમાં ભારતીય ટીમ પણ એક છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેણે એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાંથી થયા બહાર

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. પંડ્યાએ આ દ્વારા ફેન્સનો આભાર માન્યો છે. હાર્દિકની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

હાર્દિકે ટ્વિટર પર કરી ઈમોશનલ પોસ્ટ

પંડ્યાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'એ માનવું મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચોમાં રમી શકીશ નહીં. હું જુસ્સાથી ટીમની સાથે રહીશ અને દરેક રમતના દરેક બોલ પર તેમને ઉત્સાહિત કરીશ. તમારી શુભકામનાઓ, પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર. આ ટીમ મારા માટે ખૂબ જ ખાસ છે અને મને ખાતરી છે કે તમે અમારા કારણે ગર્વ અનુભવશો.

બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા

હાર્દિકની આ પોસ્ટને ખૂબ જ ઓછા સમયમાં લગભગ 1 લાખ લોકોએ જોઈ હતી. આ સાથે 18 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. પંડ્યાના પ્રશંસકોએ ટિપ્પણી કરી છે અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમાયેલી મેચનો ભાગ નહોતો.

  • Follow us on: