• T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી
  • હાર્દિક પંડ્યા રવિવારે ભારતીય ટીમ સાથે જોડાશે
  • ન્યૂયોર્કમાં પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે

ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના અલગ થવાના સમાચાર ચર્ચામાં છે. અહીં T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની એક બેચ અમેરિકા જવા રવાના થયો હતો, પરંતુ હાર્દિક તેમાં જોવા મળ્યો નહોતો. આખરે ક્યાં છે હાર્દિક પંડ્યા? આ અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વિદેશમાં રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

હાર્દિક પંડ્યા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે

મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા રવિવારે ન્યૂયોર્ક પહોંચશે. એક અહેવાલ મુજબ, નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હાર્દિક ન્યૂયોર્ક જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન ન્યૂયોર્કમાં પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન અને નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક વિદેશ ગયો છે.

રિંકુ સિંહ ફાઈનલ બાદ રવાના થશે

નોંધનીય છે કે IPLના કારણે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ અમેરિકા જવા રવાના થયા નથી. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને આવેશ ખાન સિવાય ભારતીય ટીમ રવાના થઈ હતી. જોકે, ધીરે ધીરે તમામ ખેલાડીઓ અમેરિકા પહોંચી રહ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ બ્રેક માંગ્યો છે. તે થોડા દિવસો બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વોર્મ-અપ મેચ ચૂકી શકે છે.

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ. અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ.

રિઝર્વ ખેલાડી: રિંકુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન, ખલીલ અહેમદ

  • Follow us on: