• કેપ્ટન બનાવવાની શરત સાથે મુંબઇમાં કર્યું કમબેક
  • હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઇ ઇન્ડિયન્સથી IPLમાં ડેબ્યૂં કર્યું
  • હાર્દિકે પોતાની આગેવાનીમાં ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું

મુંબઇ ઇન્ડિયન્સની ટીમે IPL 2024 પહેલા મોટો બદલાવ કર્યો હતો. MIએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કર્યો હતો. લોકોની નજરમાં આ ફેંસલો ભલે રાતોરાત લેવાયો હોય એમ લાગ્યું હોય પણ અંદરની સચ્ચાઇ કઇ અલગ જ છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છેકે હાર્દિક પંડ્યાએ કેપ્ટન બનાવવાની શરત સાથે જ મુંબઇમાં પાછો આવ્યો હતો. ઉલ્લેખનિય છેકે મુંબઇમાં વાપસી પહેલા હાર્દિક ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો.

રિપોર્ટમાં મોટો ખુલાસો

રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યાએ હાર્દિક પંડ્યાએ મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી પહેલા શરત રાખી હતી કે તેઓ ત્યારે જ MIમાં આવશે જ્યારે તેમને કેપ્ટન બનાવવામાં આવશે. વસ્તુઓ યોજના મુજબ થઈ. પહેલા હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સમાં કમબેક કર્યું અને પછી ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) તેને સત્તાવાર રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો, પરંતુ લોકોને બતાવવામાં આવ્યું કે આ નિર્ણય તરત જ લેવામાં આવ્યો છે.

હાર્દિકે મુંબઇથી કરી શરૂઆત

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઇ ઇન્ડિયન્સથી IPLમાં ડેબ્યૂં કર્યું હતું. તે 2021 સુધી મુંબઇનો ભાગ રહ્યો હતો. પરંતુ 2022ના મેગા ઓક્શન દરમિયાન ગુજરાત ટાઇટન્સે તેને ખરીદી લીધો અને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે પોતાની આગેવાનીમાં ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવી દીધું અને બીજી સિઝનમાં ટીમ રનર્સઅપ રહી હતી.

હાર્દિકનું IPL કરિયર

હાર્દિકે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 123 IPL મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે.

  • Follow us on: