- MI એ રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો
- રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને કુલ પાંચ IPL ટ્રોફી જીતાવી
- હાર્દિક પંડ્યાએ તેની શરૂઆતની સિઝનમાં જીટીને IPL ટ્રોફી જીતાવી
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બને તે ચાહકોને પસંદ આવી રહ્યું નથી. હવે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોએ અલગ-અલગ રીતે ટીમ સામે પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈની ટીમે અચાનક IPL 2024 માટે રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. જેણે ટીમને પાંચ વખત IPL ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી MI અને રોહિત શર્માના ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા આ ફેંસલા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે કેટલાંક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
રોહિત શર્માને કપ્તાન પદેથી હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચાહકો MI જર્સી અને કેપ સળગતા જોવા મળી રહ્યા છે. ચાહકો એમઆઈનો 'બહિષ્કાર' કરવાના મૂડમાં હોય તેવું લાગે છે. વીડિયોમાં એક પ્રશંસકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી લટકાવીને આગ લગાવી દીધી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "મુંબઈ ઈન્ડિયન્સ તમે આને જ લાયક છો."
એક બીજા વીડિયોમાં પ્રશંસક MIની ટોપી સળગાવતો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કે ફેન પહેલા ટોપીને જમીન પર ફેંકે છે અને પછી એને પગ વડે કચડે છે. આ કર્યા બાદ તે મુંબઇની કેપને સળગાવી દે છે. આ રીતે ફેન્સ મુંબઇ ઇન્ડિયન્સને લઇ વિરોધ નોંધાવી રહ્યાં છે.
પોતાની ટીમને જીતવામાં મદદ કરવામાં કોની કેટલી ભાગીદારી?
વાસ્તવમાં, જીતના સંદર્ભમાં રોહિત, એમએસ ધોની પછી IPLમાં બીજા સૌથી સફળ કેપ્ટન છે. 36 વર્ષીય ખેલાડીએ 55.06ની જીતની ટકાવારી સાથે 158 મેચોમાં MIને 87 જીત અપાવી. રોહિત શર્માએ તેની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને કુલ પાંચ IPL ટ્રોફી જીતાડી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં IPLનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ તેની શરૂઆતની સિઝનમાં જીટીને IPL ટ્રોફી જીતાવી દીધી લીધી હતી. તેમના નેતૃત્વ હેઠળ, અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી પણ IPL 2023ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ અંતિમ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ રહી હતી. કેપ્ટન તરીકે તેણે 70.96 ની જીતની ટકાવારી સાથે 31 મેચોમાં ટાઇટન્સને 22 જીત અપાવી છે.
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ જયવર્દનેએ શું કહ્યું?
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ મહેલા જયવર્દનેએ રોહિત શર્માનો તેમના દાયકાના સુકાનીપદના કાર્યકાળ દરમિયાન ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે એક નિવેદનમાં કહ્યું, 'અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ, 2013થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેમના નેતૃત્વએ ટીમને માત્ર અપ્રતિમ સફળતા તરફ દોરી જ નથી, પરંતુ IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે તેનુંમ સ્થાન પણ મજબૂત કર્યું છે.