• MIની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના સામે હાર
  • આ મેચમાં દર્શકોએ હાર્દિક પંડ્યા વિરૂદ્ધ ખૂબ હૂટિંગ કર્યું
  • લોકોએ હાર્દિકને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રોલ કર્યો

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દર્શકોએ હાર્દિક પંડ્યા વિરૂદ્ધ ખૂબ હૂટિંગ કર્યું હતું. એટલું જ નહીં ટ્રોલર્સે હાર્દિકને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રોલ કર્યો હતો.

આજે હૈદરાબાદ સામે મુંબઇ રમશે

હવે મુંબઈની આગામી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમાશે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે તેની ત્રીજી મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે હાર્દિકને લઈને મોટું નિવેદન આપ્યું છે.


મુંબઈમાં કેવી રીતે થશે હાર્દિકનું સ્વાગત?

પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાને અમદાવાદના મેદાન પર જોરદાર હૂટિંગ કરવામાં આવી હતી. જે બાદ હવે ભૂતપૂર્વ ક્રિકેટરનું માનવું છે કે દર્શકો મુંબઈમાં હાર્દિક વિશે વધુ હૂટિંગ કરી શકે છે. કારણ કે હાર્દિક પણ મુંબઈમાં રોહિત શર્માના ફેન્સનો સામનો કરવા જઈ રહ્યો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનું માનવું છે કે મુંબઈમાં હાર્દિક પંડ્યાનું કેવું સ્વાગત કરવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. કારણ કે મને લાગે છે કે અહીં તેની થોડી વધુ ટીકા થવાની છે. અહીં હાર્દિકનો રોહિતના ફેન્સનો સામનો કરવાનો છે અને રોહિતના ફેન્સને આશા નહોતી કે હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે. તે પછી તમે મેદાન પર પ્રશંસકોની પ્રતિક્રિયા પણ જોઈ શકો છો.

હજુ પણ શાંત છે હાર્દિક

આગળ મનોજ તિવારીએ કહ્યું કે આપણે ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકીએ છીએ કે હાર્દિકે પોતાને કેવી રીતે હેન્ડલ કર્યો. હાર્દિક શાંત રહ્યો અને ધીરજ જાળવી રાખી. જે સારા સ્વભાવની નિશાની છે. ઈજા બાદ હાર્દિક મેદાનમાં પાછો ફર્યો છે. જોકે, હાર્દિકનું પુનરાગમન એટલું સારું રહ્યું ન હતું. પ્રથમ મેચમાં હાર્દિક બેટિંગ કે બોલિંગ બંનેમાં ખાસ કરી શક્યો નહોતો. હવે હાર્દિકના ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં જ પંડ્યા તેની શાનદાર લય પાછી મેળવી લેશે.

  • Follow us on: