• આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ

  • કોલકતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ
  • વર્લ્ડકપ 2023માં હારિસ રાઉફે આપ્યા સૌથી વધુ રન

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની સૌથી મોટી તાકાત તેની સૌથી મોટી કમજોરી બની છે.પાકિસ્તાન ટીમને બોલરોએ વર્લ્ડકપમાં પોતાના પ્રદર્શનથી ઘણી નિરાશ કરી હતી.નસીમ શાહના ઇજાગ્રસ્ત થયા બાદ શાહીન આફ્રિદી અને હારિસ રઉફ પોતાની છાપ છોડી શક્યા નથી. જેના માટે આ બંને બોલરો જાણીતા છે. ખાસ કરીને હારીસ રઉફ ભારતમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે વર્લ્ડકપ 2023માં સામાન્ય રીતે બોલિંગ કરતી વખતે 500થી વધુ રન આપ્યા હતા. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

હારિસ રાઉફે આપ્યા સૌથી વધુ રન

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હારિસ રઉફ તેની સ્પીડના માટે જાણીતો છે. રાઉફ સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ હારિસ રઉફ વર્લ્ડકપમાં કોઈ જાદુ બતાવી શક્યો ન હતો. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન આપનાર બોલર પણ બન્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી છે.

સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

વાસ્તવમાં પાકિસ્તાને તેની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં હારીસ રઉફ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં બે વખત 80થી વધુ રન આપ્યા હતા. તેણે 3 ઓવરમાં 32 થી વધુ રન આપ્યા હતા. તેની ખરાબ બોલિંગ બાદ ચાહકો ગુસ્સે થયા હતા.ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.


  • Follow us on: