• આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • પાકિસ્તાન હજુ પણ સેમિફાઇનલ રેસમાં યથાવત
  • પાકિસ્તાન મોટી નેટ રન રેટથી જીતવું પડશે

વર્લ્ડકપ 2023ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન પણ લગભગ બહાર છે. હવે કોઈ ચમત્કાર જ તેને સેમિફાઈનલમાં લઈ જઈ શકે છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ એક પણ બોલ ફેંક્યા વિના વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.

પાકિસ્તાન મોટી નેટ રન રેટથી જીતવું પડશે

વાસ્તવમાં, પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આ વર્લ્ડકપમાં તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા નંબર પર છે. તેનો નેટ રન રેટ +0.743 છે. જો પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની મેચ જીતી જાય તો પણ તેનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ જેટલો ઊંચો હોવો ખૂબ મુશ્કેલ છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને વધુ 2 પોઈન્ટ સાથે મોટી નેટ રન રેટથી જીતવું પડશે. તે લગભગ અશક્ય છે. પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં +0.036 છે.

પાકિસ્તાનને ઈંગ્લાન્ડને 287 રનથી હરીવવું પડશે

જો પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવું હોય તો તેણે ઇંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. આ સાથે તેના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો થશે. જો ટાર્ગેટનો પીછો કરતી વખતે મેચ જીતવી હોય તો માત્ર 284 બોલ બાકી રહીને જીતવી પડશે. જો પાક ટીમ પ્રથમ બેટિંગ કરે છે વિશાળ સ્કોર બનાવીને જલ્દી ઈંગ્લેન્ડને ઓવલઆઉટ કરવું પડશે. જો પાકિસ્તાનની ટીમ ટાર્ગેટનો પીછો કરે છે તો તેને 2.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

આ તારીખે રમાશે નોકઆઉટ મુકાબલા

વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ 15 ઓક્ટોબરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


  • Follow us on: