• પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ
  • કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ
  • પાકિસ્તાન વર્લ્ડકપમાંથી થયું બહાર

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની 93 રને જીત થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 337 રન બનાવ્યા હતા. જેથી પાકિસ્તાનને જીત માટે 338 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 244 રનમાં ઓલઆઉટ થઈ છે. આ હાર સાથે પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

પાકિસ્તાની બેટ્સમેનનું પ્રદર્શન

પાકિસ્તાન માટે સૌથી વધુ 45 બોલમાં 51 રન આગા સલમાને કર્યા છે, જ્યારે અબ્દુલ્લા શફીકે 2 બોલમાં શૂન્ય, ફખર જમાને 9 બોલમાં 1, બાબર આઝમે 45 બોલમાં 38, મોહમ્મદ રિઝવાને 51 બોલમાં 36, સઈદ શકીલે 37 બોલમાં 29, ઈફ્તિખાર અહેમદે 5 બોલમાં 3 રન, શાદાબ ખાને 7 બોલમાં 4, શાહિન આફરીદીએ 23 બોલમાં 25, મોહમ્મદ વસીમ જૂનિયરે 14 બોલમાં 16 રન અને હારિસ રઉફે 23 બોલમાં 35 રન કર્યા છે.

ઈંગ્લેન્ડના બોલરનું પ્રદર્શન

ઈંગ્લેન્ડ માટે મોઈન અલીએ 10 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ, આદિલ રાશિદે 10 ઓવરમાં 55 રન આપીને 2 વિકેટ, ગુસ એન્ટકિસને 8 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ, ડેવિડ વિલીએ 10 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ અને ક્રિસ વોક્સે 5.3 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી છે.

25 ઓવર બાદ પાકિસ્તાનની સ્થિતિ

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 4 વિકેટના નુકસાને 108 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો ઓપનર અબ્દુલ્લા શફીક શૂન્યમાં અને ફખર જમાન 1 રનમાં આઉટ થયો છે. આ ઉપરાંત બાબર આઝમ 38 રનમાં અને મોહમ્મદ રિઝવાન 36 રનમાં આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે સઈદ શકીલ 31 બોલમાં 24 રન કરીને અને આગા સલમાન 12 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, ગુસ એન્ટકિસને 5 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને મોઈન અલીએ 6 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ક્રિસ વોક્સે 5 ઓવરમાં 27 અને આદિલ રાશિદે 4 ઓવરમાં 21 રન આપ્યા છે.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ફખર જમાન ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 337 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીત માટે 338 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ઈંગ્લેન્ડની બેટિંગ

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ઈંગ્લેન્ડે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 337 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીત માટે 338 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 76 બોલમાં 84 રન બેન સ્ટોક્સે, જો રૂટે 72 બોલમાં 60, જોની બેરસ્ટોએ 61 બોલમાં 59, ડેવિડ મલાને 39 બોલમાં 31, જોસ બટલરે 18 બોલમાં 27 રન અને હેરી બ્રૂકે 17 બોલમાં 30 રન કર્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહિન આફરીદીએ 10 ઓવરમાં 72 રન આપીને 2 વિકેટ, હારિસ રઉફે 10 ઓવરમાં 64 રન આપીને 3 વિકેટ, ઈફ્તિખાર અહેમદે 7 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ વસીમ જૂનિયરે 10 ઓવરમાં 74 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાદાબ ખાને 10 ઓવરમાં 57 અને આગા સલમાને 3 ઓવરમાં 25 રન આપ્યા છે.

25 ઓવર બાદ ઈંગ્લેન્ડની સ્થિતિ

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઈંગ્લેન્ડે 2 વિકેટના નુકસાને 140 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો ઓપનર ડેવિડ મલાન 39 બોલમાં 31 રન કરીને અને જોની બેરસ્ટો 61 બોલમાં 59 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે જો રૂટ 30 બોલમાં 20 રન કરીને અને બેન સ્ટોક્સ 20 બોલમાં 15 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, હારિસ રઉફે 6 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ અને ઈફ્તિખાર અહેમદે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાહિન આફરીદીએ 6 ઓવરમાં 33 રન, મોહમ્મદ વસીમ જૂનિયરે 4 ઓવરમાં 17 રન અને શાદાબ ખાને 5 ઓવરમાં 21 રન આપ્યા છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વર્લ્ડકપની 44મી મેચ રમવામાં આવશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ઈંગ્લેન્ડે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી આપોઆપ બહાર થઈ છે. 

આજે વનડે વર્લ્ડકપની 44મી મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી માત્ર 2 મેચ જીતી છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની જીત થઈ છે. પાકિસ્તાને શરૂઆતી 2 મેચ જીતી હતી, ત્યારે બીજી તરફ પાકિસ્તાન માટે આજની મેચ કરો યા મરો સમાન છે. પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ મોટા અંતરથી જીતવી પડશે.

પિચ રિપોર્ટ

IPL દરમિયાન ઈડન ગાર્ડન્સના મેદાનમાં ઘણા રન બને છે, પરંતુ અહીં વર્લ્ડકપમાં બેટિંગ કરવી ઘણી મુશ્કેલ છે. સ્પિન બોલરોને પિચમાંથી ઘણી મદદ મળે છે. આ મેદાનમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 વિકેટ લીધી હતી. આ જ મેચમાં કેશવ મહારાજને પણ ઘણી મદદ મળી હતી.

વેધર રિપોર્ટ

કોલકાતામાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. મેચ દરમિયાન અહીં વરસાદની કોઈ શક્યતા નથી. આજે અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે સાંજે તે 25 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન, આદિલ રાશિદ

પાકિસ્તાનઃ અબ્દુલ્લા શફીક, ફખર જમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાદાબ ખાન, શાહિન આફરીદી, મોહમ્મદ વસીમ જૂનિયર, હારિસ રઉફ

  • Follow us on: