• મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ રમાઇ
  • 3 મેચની T20 સિરીઝમાં ઓસ્ટ્રે્લિયાની 2-1થી જીત
  • T20 ફોર્મેટમાં હરમનપ્રીત કૌરનું પ્રદર્શન નિરાશાજનક

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝમાં ભારતીય મહિલા ટોપ ઓર્ડરે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ પણ શાંત રહ્યું હતું. હરમન ઓસ્ટ્રેલિયા સામે જ નહીં, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં ફલોપ રહી છે. મિડલ ઓર્ડરમાં કૌરનું ફ્લોપ થવું ટીમ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

કેપ્ટનનું ફોર્મ ચિંતાનો વિષય

હરમનપ્રીત કૌર છેલ્લી 5 T20માં ડબલ ડિજીટના આંકડા સુધી પણ પહોંચી શકી નથી. આ સિવાય તેણે છેલ્લી 8 T20માં માત્ર 18ની એવરેજથી રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં બે વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી ત્યારે ટીમને કેપ્ટન પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તે અહીં પણ ફ્લોપ રહી હતી. પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમે સિરીઝ 1-2થી ગુમાવવી પડી હતી. છેલ્લી મેચમાં હરમને 6 બોલમાં 3 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

T20 ફોર્મેટમાં હરમનપ્રીત કૌરની છેલ્લી 5 ઈનિંગ્સ

  • 3 રન – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 9 જાન્યુઆરી – નવી મુંબઈ
  • 6 રન – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 7 જાન્યુઆરી – નવી મુંબઈ
  • 6 રન અણનમ – ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 10 ડિસેમ્બર – મુંબઈ
  • 6 રન – ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 9 ડિસેમ્બર – મુંબઈ
  • 26 રન – ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 6 ડિસેમ્બર – મુંબઈ

કૌરના સતત ફ્લોપ પ્રદર્શને કોચ અમોલ મજુમદારની મુશ્કેલીઓ વધારી દીધી છે. જો કે, નોંધનીય બાબત એ છે કે માત્ર હરમનપ્રીત કૌર જ નહીં, સમગ્ર ટોપ ઓર્ડર હાલમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ દરમિયાન પ્રથમ મેચને બાદ કરતાં બાકીની બંને મેચો મુલાકાતી ટીમે જીતી લીધી હતી. આ સમયગાળા દરમિયાન, આ બંને મેચોમાં, ભારતનો ટોપ ઓર્ડર તેમજ મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો.

  • Follow us on: