• ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગ જાહેર કરવામાં આવી
  • વિરાટ કોહલી 3 સ્થાનનો ફાયદો ઉઠાવીને છઠ્ઠા સ્થાને
  • કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બેટ્સમેન

સામાન્ય રીતે ICC દ્વારા બુધવારે પુરુષોની ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. પરંતુ મંગળવારે મોડી રાત્રે અચાનક સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. ICC દ્વારા પુરૂષ ક્રિકેટ બેટ્સમેનોની રેન્કિંગ અપડેટ કરવામાં આવી છે. વિરાટ કોહલી 3 સ્થાનનો ફાયદો ઉઠાવીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે. આ ઉપરાંત રોહિત શર્મા પણ ટોપ 10માં પરત ફર્યો છે. ઋષભ પંતને એક પોઈન્ટનું નુકસાન થયું છે.

રેન્કિંગમાં શું બદલાવ આવ્યો?

ICC ટેસ્ટ બેટ્સમેનની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં, ભારતના બંને મોટા ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ-10માં આવી ગયા છે. તેમજ ઋષભ પંત જે રોડ અકસ્માત બાદ છેલ્લા એક વર્ષથી બહાર છે. છતાં હજુ પણ ટોપ-15માં હાજર છે. તેણે તાજેતરની રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. હવે તે 12મા સ્થાનેથી 13મા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી છઠ્ઠા અને કેપ્ટન રોહિત શર્મા-10માં સ્થાન પર છે. ભારતના માત્ર આ ત્રણ ખેલાડીઓ જ ટોપ-20માં સામેલ છે.

આ ખેલાડી છે નંબર-1 બેટ્સમેન

કેન વિલિયમસન નંબર-1 ટેસ્ટ બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડનો જો રૂટ બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. માર્નસ લાબુશેન ત્રણ સ્થાનના ફાયદા સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે અને ન્યુઝીલેન્ડનો ડેરીલ મિચેલ એક સ્થાનના નુકસાન સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

બુમરાહ-સિરાજને ફાયદો

સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં 6-6 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહ અને સિરાજને પણ ફાયદો થયો છે. બુમરાહ એક સ્થાન આગળ વધીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે મોહમ્મદ સિરાજ 13 સ્થાનની છલાંગ લગાવીને ટોપ 20માં 17માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ભારતના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ટોપ પર છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને, રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને અને અક્ષર પટેલ છઠ્ઠા સ્થાને છે.

  • Follow us on: