- ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે પોતાની છેલ્લી T20 મેચ ઘરઆંગણે રમી
- વોર્નર હવે પોતાની જગ્યા નવી પેઢીને સોંપવા માટે તૈયાર
- T20 વર્લ્ડ કપ બાદ રમતા જોવા નહીં મળે વોર્નર
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે પોતાની છેલ્લી T20 મેચ ઘરઆંગણે રમી છે. તે હવે નિવૃત્તિની નજીક છે. પર્થમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ ટી20 રમી રહી હતી ત્યારે વોર્નરે બેટ વડે તબાહી મચાવી હતી અને કેરેબિયન બોલરોને પછાડ્યા હતા. વોર્નર હવે પોતાની જગ્યા નવી પેઢીને સોંપવા માટે તૈયાર છે. વોર્નરે કહ્યું છે કે ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ રમ્યા બાદ તે ભારતમાં IPL રમતા જોવા મળશે. આ પછી તે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવા જઈ રહ્યો છે.
મને ઘણો સમય મળ્યો
વોર્નરે કહ્યું કે બ્રેક લઈને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવું સારું હતું. મને ઘણો સમય મળ્યો, ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ હું IPL રમવા જઈશ. આ પછી હું કેરેબિયન ભૂમિ પર જઈશ અને ત્યાંની બાઉન્ડ્રી એટલી મોટી નથી. મેં ઘણું સારું કર્યું છે અને હવે યુવાનોની પ્રતિભા જોવાનો વારો છે.
આ પછી લેશે સન્યાસ
વોર્નરે કેરેબિયન ધરતી પર ટી20 વર્લ્ડ કપને તેની કારકિર્દીનો અંતિમ લક્ષ્ય માને છે. તે T20 વર્લ્ડ કપ બાદ રમતા જોવા નહીં મળે. આ પછી લાગે છે કે તે નિવૃત્ત થઈ રહ્યો છે. જો કે, અત્યારે વોર્નરના બેટમાંથી રન દેખાઈ રહ્યા છે અને તે તોફાની શૈલીમાં રમે છે.
વોર્નરે રમી શાનદાર ઇનિંગ
પર્થમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 221 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ડેવિડ વોર્નરનું બેટ જોરદાર બોલતું હતું અને તેણે તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ડેવિડ વોર્નરે 49 બોલનો સામનો કરીને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.