- નેપાળ ક્રિકેટ ટીમના ખેલાડી સંદીપ લામિછાને પર બળાત્કારનો કેસ
- કોર્ટે ક્રિકેટર સંદીપ લામિછાનેને સંભળાવી 8 વર્ષની સજા
- આ ઉપરાંત ક્રિકેટર પર દંડ પણ ફટકારવામાં આવ્યો
નેપાળ ક્રિકેટ ટીમના ખેલાડી સંદીપ લામિછાને પર થોડા દિવસ પહેલા એક છોકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. જે બાદ હવે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સંદીપ લામિછાનેને દોષી ઠેરવ્યો હતો. હવે શિશિર રાજ ધાકલની ખંડપીઠે સંદીપ લામિછાનેને 8 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ક્રિકેટર પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ડિસેમ્બર 2023માં શિશિર ધાકલની બેંચે બંને પક્ષોના નિવેદનો સાંભળ્યા, ત્યાર બાદ જ કોર્ટે સંદીપને દોષિત જાહેર કર્યો. "કોર્ટે તેને આઠ વર્ષની જેલની સજા ફટકારી છે."
સંદીપને જામીન પર છોડવામાં આવ્યો હતો
અગાઉ 23 ફેબ્રુઆરી 2023ના રોજ સર્વોચ્ચ અદાલતે આ કેસને ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, સંદીપના વિદેશ પ્રવાસને જોતા, સુનાવણી વારંવાર બંધ થતી રહી. આ દરમિયાન નેપાળની રાષ્ટ્રીય ટીમે T20 વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચો રમવાની હતી અને ટીમની કમાન સંદીપ લામિછાણેના હાથમાં હતી. થોડા મહિના જેલમાં રહ્યા બાદ તે જામીન પર છૂટ્યો હતો. જે બાદ તેને વિદેશ જવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.
કોર્ટે જિલ્લા અદાલતનો હુકમ રદ કર્યો
12 જાન્યુઆરી, 2023ના રોજ કોર્ટે સંદીપને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના કાઠમંડુ જિલ્લા અદાલતના આદેશને રદ કર્યો હતો. આ પછી સંદીપને 20 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2023 ના અંતમાં, સંદીપ લામિછાનેએ રાષ્ટ્રીય ટીમ સાથે UAE જવાની પરવાનગી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.