- સ્ટંમ્પની કિંમત 20-30 લાખ રૂપિયાની
- સ્ટંપની ગિલ્લીઓની કિંમત 40-50 હજાર રૂપિયા
- મેદાનમાં સ્ટંમ્પના 2 સેટનો કરાય છે ઉપયોગ
ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ચાલી રહી છે. IPL 2024માં શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થયો. આ સમયે આ મેચ ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી અને દિલ્હી કેપિટલસે લખનૌને 6 વિકેટે હરાવ્યું હતું. મેચના સમયે દિલ્હી કેપિટલ્સના ચાઈના મેન બોલર કુલદીપ યાદવે શાનદાર ગુગલી આપી અને નિકોલસને બોલ્ડ કર્યો. આ સમયે સ્ટંપની સાથે તેની પર લાગેલું માઈક પણ નીકળી ગયું હતુ અને મેચ થોડો સમય રોકી દેવામાં આવી હતી.
લાખોમાં છે સ્ટંપની કિંમત
આ પહેલા અનેક બોલર સ્ટંપને તોડી ચૂક્યા છે. આ સમયે સવાલ એ થાય કે આઈપીએલમાં ઉપયોગમાં લેવાતા સ્ટંપ અને ગિલ્લીઓની કિંમત શું હશે. આઈપીએલના કેટલાક ખેલાડીને એક સીઝન રમવા માટે એટલા રૂપિયા મળતા નથી જેટલી કિંમત મેચમાં ઉપયોગમાં લેવાતા સ્ટંમ્પની હોય છે. મળતી માહિતિ અનુસાર લીગમાં યૂઝ થતા સ્ટંમ્પ 20-30 લાખ રૂપિયાના હોય છે. આ સિવાય એલઈડી લાઈટવાળી ગિલ્લીની કિંમત 40-50 હજાર રૂપિયાની હોય છે. મેચના સમયે સ્ટંમ્પના 2 સેટનો ઉપયોગ કરાય છે. એવામાં એક મેચના સમયે યૂઝ થતા સ્ટંમ્પની કિંમત લગભગ 50 લાખ રૂપિયાની હોય છે.
બ્રૉન્ટે એકમેને કરી હતી શોધ
એલઈડી સ્ટંમ્પની વાત કરીએ તો તે અને તેની ગિલ્લીઓની શોધ ઓસ્ટ્રેલિયાના બ્રૉન્ટે એકમેને કરી હતી. તેઓએ બિઝનેસ પાર્ટનર ડેવિડ લેગિટવુડની સાથે મળીને તેને બનાવ્યા. 2013મા તેઓએ બીબીએલના સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ આઈડિયા વેચ્યો. આઈસીસીએ 2013માં જ ઉપયોગમાં લેવાતા ટી20 વિશ્વકપમાં આ સ્ટંમ્પ અને ગિલ્લીઓનો ઉપયોગ કર્યો હતો. તે સ્ટંમ્પમાં સેંસર હોય છે. તેનાથી અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહે છે. આ સિવાય સ્ટંમ્પમાં લાગેલા માઈકમાં પ્લેયર્સના અવાજ પણ રેકોર્ડ થાય છે. જે ક્યારેક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે.