મુંબઈ ઇન્ડિયન્સના અનુભવી અને સ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ IPL 2025 માં પોતાની યાત્રા પૂરી થયા બાદ ટીમના સાથી મિત્રોને ઓટોગ્રાફની સાથે સાથે તેના પસંદગીના બેટ પણ ગિફ્ટમાં આપી દીધા. હાલ સોશિયલ મીડિયામાં મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમનો એક વિડિયો ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
મુંબઈનું સપનું થયું ચકનાચૂર
IPL2025માં ક્વોલિફાયર 2 મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની કારમી હાર બાદ હાલ મુંબઈ IPL માંથી બહાર થઈ ગઈ છે. પંજાબ સામે થયેલ હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સનું ફાઇનલમાં રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ ક્વોલિફાયર 2 મેચ બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો જડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાય છે કે રોહિત શર્માના સાથી ખેલાડીઓ મસ્તી મજાકના મૂડમાં છે અને રોહિત શર્માને થોડા હેરાન પણ કરી રહ્યા છે.
રોહિત શર્માના બેટ થયા ગાયબ!
મુંબઈ ઇન્ડિયન્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ રોહિત શર્મા પાસે ઓટોગ્રાફની માંગણી કરી રહ્યા છે. આ વિડીયોમાં રોહિત શર્મા પહેલા તેના સાથી મિત્રોને ઓટોગ્રાફ આપે છે, અને ત્યાર બાદ તેની ક્રિકેટ કીટ માંથી બેટ પણ આપતો દેખાઈ રહ્યો છે. એક પછી એક ટીમના યુવા ખેલાડીઓ રોહિત શર્મા પાસે આવે છે, અને ઓટોગ્રાફની સાથે સાથે બેટ પણ લેતા જાય છે.
મુંબઈ ફાઇનલમાં સ્થાન બનાવી શકી નહીં
આ વખતે મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન જોતાં ક્રિકેટ રસિકો એવો અંદાજ લગાવી રહ્યા હતા, કે આ વખતે પણ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સના રમવાના અવસર વધારે લાગી રહ્યા છે. ક્વોલિફાયર 2 મેચમાં પંજાબ કિંગ્સ સામે રોહિત શર્મા મોટો સ્કોર બનાવવામાં અસફળ રહ્યા હતા, જેની ટીમના પ્રદર્શન પર ગંભીર અસર જોવા મળી હતી. સામે પક્ષે પંજાબના કેપ્ટન શ્રેયસે તોફાની બેટિંગ કરીને 87 રન ફટકાર્યા અને ટીમને ફાઇનલમાં પણ પહોંચાડી.