- શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથેના ત્રીજા લગ્ન કર્યા
- શોએબ મલિકે 2010માં સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા
- શોએબ હૈદરાબાદનીઆયેશા સિદ્દિકી સાથે પ્રથમ લગ્ન કર્યા
શોએબ મલિકે 20 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના ત્રીજા લગ્ન કર્યા છે. પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા છે, કારણ કે તે આયેશા સિદ્દિકી સાથએ પહેલા પણ લગ્ન કરી ચૂક્યો છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી આયેશા ઉમર પાકિસ્તાની ક્રિકેટરની પત્ની હોવાની વાત કરી રહી છે.
તો શું શોએબ મલિકની ચોથી પત્ની આયેશા ઉમર તરીકે જાહેર થઈ છે? પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર આયેશા ઉમરનું શોએબ મલિકની પત્ની હોવા અંગેનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. તો ચાલો જાણીએ શું છે આખો મામલો અને શા માટે આયેશાએ આવી વાત કરી છે.
આયેશા શોએબની ચોથી પત્ની?
વાસ્તવમાં, આયેશા ઉમર અભિનેત્રી 'ઇફત ઉમર'ના પોડકાસ્ટ પર દેખાઈ હતી, જ્યાં તેણે શોએબ મલિક સાથેના લગ્ન સહિત ઘણી બાબતો વિશે વાત કરી હતી. પોડકાસ્ટની વાયરલ ક્લિપમાં, આયેશાને એમ કહેતી સાંભળી શકાય છે કે, "મેં શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. " તેણીએ વધુમાં કહ્યું કે તે સોશિયલ મીડિયા પર પોતાના વિશે ઘણી વસ્તુઓ જોઈને નર્વસ થઈ જતી હતી. પરંતુ હવે મને ઓછી બીક લાગે છે.
પછી તેણીએ આગળ કહ્યું કે હવે તેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી અફવા ફેલાવવમાં આવે છે. મારી ઘણી અંગત અને ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે. આ દરમિયાન, શોએબ મલિક સાથેના તેના લગ્નની અફવા વિશે તેણે કહ્યું, "કેટલી બધી અફવાઓ ઉડી હતી. લોકોએ મારા લગ્ન શોએબ મલિક સાથે કર્યા હતા. મારા સંબંધીઓ, જેમને હું મળું છું અને જાણું છું, તેઓ હજુ પણ આ વાતને સાચી માને છે. " એટલે કે, આયેશાએ સ્પષ્ટપણે કહ્યું કે શોએબ મલિક સાથે તેના લગ્ન માત્ર એક અફવા છે.