• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી શરૂ થશે
  • પ્રથમ બે ટેસ્ટમાંથી વિરાટ કોહલી થયો બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. આ મેચના 3 દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે.

વિરાટે પોતાનું નામ કેમ પાછું ખેંચ્યું?

વિરાટ કોહલીએ શા માટે પોતાનું નામ પાછું ખેંચ્યું છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. BCCIએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે વિરાટે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની ટીમ માત્ર પ્રથમ બે ટેસ્ટ મેચ માટે જ જાહેર કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે વિરાટનું સ્થાન કોણ લે છે. વિરાટ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું.

પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.

વિરાટનું સ્થાન કોણ લેશે?

બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ સાથે વાત કરી છે. વિરાટે કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની પ્રાથમિકતા છે. પરંતુ અત્યારે તે એવી અંગત પરિસ્થિતિમાં છે કે તેણે જવું પડશે. આ કારણોસર તે પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઈ જશે. બોર્ડે મીડિયા અને ફેન્સને વિરાટની પ્રાઈવસી પર ધ્યાન આપવા કહ્યું છે. BCCI દ્વારા હજુ સુધી તેના સ્થાને બીજા ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રણજીમાં તિલક વર્માના પ્રદર્શનને જોતા તે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે.

  • Follow us on: