આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે બેટ્સમેનોની નવી ODI રેન્કિંગ જાહેર કરી, જેમાં શુભમન ગિલે મોટો જમ્પ મેળવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ગિલ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે.


અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી રેન્કિંગમાં બે સ્થાન નીચે ગયો છે. મોટી વાત એ છે કે ભારતના 4 બેટ્સમેન ટોપ-10માં સામેલ છે. ગિલે એક સ્થાન આગળ વધીને ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો. હવે તેના નામે 781 પોઈન્ટ છે.

રેન્કિંગમાં નીચે સરક્યા રોહિત-વિરાટ

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી એવા બેટ્સમેનોમાં સામેલ છે જેમના રેન્કિંગમાં ઘટાડો થયો છે. રોહિત એક સ્થાન નીચે સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે વિરાટ બે સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ સામેની 3 મેચની સિરીઝની પ્રથમ ODIમાં ઝડપી અડધી સદી ફટકારનાર શ્રેયસ ઐયર ટોચના 10 બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થનાર નવો ભારતીય ખેલાડી છે.


ઐયરે પહેલી વનડેમાં અપાવી જીત

ઐયરે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં માત્ર 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. નાગપુરમાં ભારતના ઓપનરોના પ્રદર્શન પછી, ઐયરની ઈનિંગ્સે ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ પહેલા ઐયર ટીમના આયોજનનો ભાગ નહોતો, જ્યાં તેમને પહેલી મેચમાં ઈજાગ્રસ્ત વિરાટની જગ્યાએ રમવામાં આવ્યો હતો. પરંતિુ હવે તેના પ્રદર્શનના આધારે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચોથા ક્રમે પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લીધું છે.

બોલિંગમાં રાશિદ ખાન ટોપ પર

બોલરોના લિસ્ટમાં અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન 669 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. મહેશ દિક્ષાનાના અને બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે, જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ અનુક્રમે ત્રણ અને ચાર સ્થાન નીચે ઉતરીને પાંચમા અને દસમા સ્થાને પહોંચી ગયા છે.


  • Follow us on: