• ICCએ લાંબા સમય બાદ ICCએ ટેસ્ટ રેન્કિંગમાં ફેરફાર કર્યો છે
  • ભારતના યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને થયું નુકસાન
  • ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાને યથાવત છે

ટેસ્ટ મેચો ફરી શરૂ થઈ ગઈ છે. લાંબા સમય બાદ ICCએ ટેસ્ટ રેન્કિંગમાં ફેરફાર કર્યો છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની અસર આ વખતે રેન્કિંગ પર જોવા મળી શકે છે. આ વખતે જે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે તેમાં ભારતના યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને નુકસાન થયું છે, જોકે ટોપ 10માં કુલ 3 ભારતીય ખેલાડીઓ સામેલ છે.

કેન વિલિયમસન ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન

ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે, જોકે કેન વિલિયમસન હજુ પણ નંબર વનનું સ્થાન ધરાવે છે, પરંતુ હવે તેનું સ્થાન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કેન વિલિયમસનનું રેટિંગ 859 છે અને તે નંબર વન પર છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના જો રૂટનું રેટિંગ હવે 840 પર પહોંચી ગયું છે અને તે બીજા નંબર પર અટકી ગયો છે. પાકિસ્તાનના બાબર આઝમનું રેટિંગ 768 છે અને તે ત્રીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિચેલનું પણ આ જ રેટિંગ છે, તેથી તે સંયુક્ત રીતે બાબર આઝમ સાથે ત્રીજા સ્થાને છે.

રોહિત શર્માએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું

ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક સમયથી કોઈ ટેસ્ટ રમ્યું નથી, તેમ છતાં સ્ટીવ સ્મિથ 757ના રેટિંગ સાથે 5મા નંબર પર યથાવત છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું રેટિંગ 751 છે અને તે હજુ છઠ્ઠા સ્થાને છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકે ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. તે 747 રેટિંગ સાથે સીધા 7મા નંબર પર પહોંચી ગયો છે.

જયસ્વાલ અને વિરાટને નુકસાન

ભારતની યશસ્વી જયસ્વાલને આ T20 રેન્કિંગમાં ફાયદો થયો છે પરંતું ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. તે હવે 740 રેટિંગ સાથે 8માં નંબરે પહોંચી ગયો છે. તેણે એક સ્થાન ગુમાવ્યું છે. શ્રીલંકાના દમુથ કરુણારત્નેનું રેટિંગ 739 છે અને તે નવમા નંબરે છે. તેઓ પણ એક સ્થાન નીચે ગયા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું રેટિંગ 737 છે અને તે દસમા નંબર પર પહોંચી ગયો છે. તેણે એક સ્થાન ગુમાવ્યું છે, પરંતુ તેમ છતાં તે ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

  • Follow us on: