• આઈસલેન્ડ ક્રિકેટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીની ઈચ્છા વ્યક્ત કરી
  • ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની લેવા માટે ICCને લખ્યો પત્ર
  • પત્રમાં પાકિસ્તાન અને અમેરિકાનો ઉડાવ્યો મજાક

આઈસલેન્ડ ક્રિકેટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીની ઈચ્છા વ્યક્ત કરીને પાકિસ્તાનનો મજાક બનાવ્યો છે. આઈસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ICC ચેરમેન ગ્રેગ બાર્કલના નામે એક લેટર લખીને ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીની દાવેદારી વ્યક્ત કરી છે.

પાકિસ્તાન કરશે ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. જો કે, ગત અઠવાડિયે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે, પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની છીનવાઈ શકે છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આવી અફવાઓના આધારે આઈસલેન્ડ ક્રિકેટે મેજબાનીનો દાવો કર્યો છે. આ દાવામાં આઈસલેન્ડે એટલું બધું લખ્યું કે, સોશિયલ મીડિયા પર આ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

પત્રમાં પાકિસ્તાનમાં થનારી સંભવિત મુશ્કેલીનો ઉલ્લેખ

આઈસલેન્ડ ક્રિકેટે ચેમ્પિયન્સ ટ્રોફી મેજબાનીની ઈચ્છા વ્યક્ત કરીને પાકિસ્તાનમાં થનારી સંભવિત મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાન પર કટાક્ષ કરીને તેમણે ત્યાં સુધી લખ્યું કે, આઈસલેન્ડમાં ડ્રેનેજ સિસ્ટમ પણ પાકિસ્તાન કરતાં સારી છે અને હંમેશા વીજળી રહે છે.

આઈસલેન્ડ ક્રિકેટે શું લખ્યું?

આઈસલેન્ડ ક્રિકેટે સોમવારે રાત્રે એક પોસ્ટમાં લખ્યું કે, અમે એવા લોકો નથી જે પાછળ હટે. અમે આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અમારી દાવેદારી કરી છે. અમે એ જોવા માટે ઉત્સુક છીએ કે, ગ્રેગ બાર્કલે આના પર શું કહે છે. આ શબ્દો સાથે આઈસલેન્ડ ક્રિકેટના ICC ચેરમેનના નામે મોટો લેટર પોસ્ટ કર્યો છે.


પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ ન થવાની આશંકા

આ લેટરમાં લખવામાં આવ્યું કે, ક્રિકેટ એસોસિએશન પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની માટે ઓન રેકોર્ડ ઈચ્છા વ્યક્ત કરે છે. અમે એ અફવાઓને લઈ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ જેમાં કહેવામાં આવ્યું કે, એક બોર્ડની સુરક્ષા અને રાજનીતિક ચિંતાએના કારણે પાકિસ્તાનમાં આ ટૂર્નામેન્ટ થઈ શકશે નહીં. એવી અફવા ચાલી રહી છે કે, આ ટૂર્નામેન્ટ માટે હાઈબ્રિડ મોડલ લાવવામાં આવી શકે છે. અમે અમારી ધરતી પર આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ.

આઈસલેન્ડે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હોવાનું કહ્યું

આઈસલેન્ડ ક્રિકેટે લખ્યું કે, અમારી પાસે એક દમદાર ટૂર્નામેન્ટ આયોજિત કરવાનો ઈરાદો છે. અમારી પાસે સારી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ પણ છે અને સારા મેદાન પણ ઉપલબ્ધ છે. આઈસલેન્ડમાં ફેબ્રુઆરી અને માર્ચમાં મોસમ સારી રહી છે. જો કે, આ માપદંડના હિસાબે ઠંડી વધુ પડશે, પરંતુ અમારી પાસે મોટી માત્રામાં વીજળી ઉપલબ્ધ છે. અમારી પાસે અનેક પેનલ હીટર્સ પણ છે, જે ખેલાડીઓને ગરમ રાખશે. જ્વાળામુખીની રાખથી બનેલી અમારી માટી અને પાણી યૂરોપમાં સર્વશ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં એશિયામાં ખરાબ ડ્રેનેજ ક્વોલિટી જેવી મુશ્કેલી અમારે ત્યાં જોવા મળશે નહીં.

T-20 વર્લ્ડકપની મેજબાની કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી

આઈસલેન્ડે આ સાથે જ T-20 વર્લ્ડકપ 2024ની મેજબાની મેળવનારા અમેરિકી ક્રિકેટ બોર્ડની પણ ટિકા કરી છે. તેમણે કહ્યું કે, આઈસલેન્ડમાં અમેરિકા કરતં વધુ સારા મેદાન છે અને ક્રિકેટ ફેન્સની સંખ્યા પણ વધુ છે.

  • Follow us on: