• ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી
  • પીસીબી અધ્યક્ષે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આઈસીસી બોર્ડ સાથે કરી મુલાકાત
  • 2025ની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન બનશે યજમાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન બનવાના અધિકારના કરાર પર તેમની સાથે હસ્તાક્ષર કરવાનો આગ્રહ કર્યો અને સાથે જ ભાર મૂક્યો કે જો ભારત રાજકીય અને સુરક્ષાના કારણોને લઈને તેમના દેશની યાત્રા કરવાનો ઈનકાર કરે છે તો પીસીબીએ ભરપાઈ કરવાની રહેશે. પીસીબીના આધારે આઈસીસીએ પાકિસ્તાનને ટૂર્નામેન્ટના યજમાન માટે પસંદ કર્યું છે પણ સાથે યજમાનના રૂપમાં હસ્તાક્ષર કર્યા નથી.

પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાને લઈને અસમંજસ

સૂત્રોના આધારે મળી રહેલી માહિતી અનુસાર પીસીબી અધ્યક્ષ જકા અશરફ અને મુખ્ય પરિચાલન અધિકારી સલમાન નસીરે 2025માં ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પર ચર્ચા કરવાને લઈને અમદાવાદમાં આઈસીસી કાર્યકારી બોર્ડની મુલાકાત કરી. આ સાથે પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય ક્રિકેટ બોર્ડને ફરીથી ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કર્યો અને તેની શક્યતાઓની ચર્ચા કરીને સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સ્થિતિમાં આઈસીસી ટૂર્નામેન્ટ પર એકતરફી નિર્ણય લેવો નહીં.

BCCI અને PCB ફરી આમને સામને

મળતી માહિતી અનુસાર પીસીબી અધિકારીઓએ આઈસીસીને કહ્યું હતું કે જો ભારત સુરક્ષાના કારણોને લીધે પાકિસ્તાનમાં રમવાની મનાઈ કરે છે તો તેઓએ એક સ્વતંત્ર સુરક્ષા એજન્સીની નિમણૂંક કરવી જોઈએ. પીસીબીએ કહ્યું કે આ ભારતના સિવાય ભાગ લેનારી તમામ ટીમની સુરક્ષાની તપાસ કરવા માટે પાકિસ્તાન સરકાર અને સુરક્ષા અધિકારીની સાથે સંપર્ક કરી શકે છે.

પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતા

મળતી માહિતી અનુસાર પીસીબી અધિકારીઓએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં અનેક ટોપ ટીમોએ સુરક્ષાની ચિંતા કર્યા વિના પાકિસ્તાનની મુલાકાત લીધી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ભારત ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ નહીં મોકલે અને તેની મેચ અન્ય દેશણાં કરાવે છે તો આઈસીસીએ તેને માટે પાકિસ્તાનને ખર્ચ ચૂકવવો પડશે.

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં રમવા તૈયાર નહીં

સૂત્રોના અનુસાર પીસીબી અધિકારી સ્પષ્ટ હતા કે પાકિસ્તાન અને ભારતની સરકારની વચ્ચે સંબંધોને જોતાં એ વાતની અનેક ગણી સંભાવના છે કે ભારત ફરીથી સુરક્ષા અને રાજકીય કારણોથી તેમના દેશમાં રમવાનું ટાળી શકે છે. ભારતે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સંયુક્ત યજમાનીમાં થયેલા એશિયા કપમાં પાકિસ્તાનમાં રમવાની મનાઈ કરી દીધી હતી.

ભારત સરકાર લેશે આખરી નિર્ણય

ભારતીય ટીમે પોતાના તમામ મેચ શ્રીલંકામાં રમી હતી તેમાં ફાઈનલ મેચ પણ સામેલ હતી. બીસીસીઆઈ સચિવ જય શાહની અધ્યક્ષતાની એશિયાઈ ક્રિકેટ પરિષદની સાથે કરારના આધારે એશિયા કપની 4 મેચની યજમાની કરી હતી. અશરફ અને નસીર આઈસીસી બેઠકમાં સ્પષ્ટ હતા કે પાકિસ્તાન યજમાનીનો અધિકાર છોડશે નહીં. તેઓએ કહ્યું કે બીસીસીઆઈ પ્રતિનિધિએ કહ્યું કે 2025માં ભારતના પાકિસ્તાનમાં રમવા સંબંધિત કોઈ નિર્ણય તેમની સરકાર દ્વારા લેવાશે અને તે નિર્ણયનું પાલન કરવા માટે બાધ્ય રહેશે.  

  • Follow us on: