• ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો
  • વોશિંગ્ટન ગોલ્ડન ડક પર આઉટ થનાર બીજો ઇમ્પેક્ટ પ્લેયર

IPL 2024ની 12મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર, જે SRH માટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો, પરંતુ છાપ છોડવામાં નિષ્ફળ ગયો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો. મોહિત શર્માના બોલ પર રાશિદ ખાને સુંદરનો કેચ પકડ્યો હતો. આ સાથે સુંદરના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

ગોલ્ડન ડક પર આઉટ

છેલ્લી ઓવરમાં, SRHએ મયંક અગ્રવાલના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કર્યો. વોશિંગ્ટન સુંદર IPLમાં ગોલ્ડન ડકનો શિકાર બનનાર બીજો બેટ્સમેન બની ગયો છે. અગાઉ ગત સિઝનમાં અનુકુલ રોયે દિલ્હી કેપિટલ્સ સામે ગોલ્ડન ડક પર પોતાની વિકેટ ગુમાવી હતી. સુંદરે મોહિત શર્માના ધીમા શોર્ટ બોલ પર જોરદાર ફટકો માર્યો અને ડીપ મિડ-વિકેટ પર રશીદ ખાનના હાથે સીધો કેચ આઉટ થયો. ક્રિકેટમાં જ્યારે કોઈ બેટ્સમેન પ્રથમ બોલ પર કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ જાય છે તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે.

મેચની સ્થિતિ

મેચની વાત કરીએ તો હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. SRH તરફથી અભિષેક શર્મા અને અબ્દુલ સમદે 29-29 રન બનાવ્યા હતા. તેમના સિવાય હેનરિચ ક્લાસને 24, શાહબાઝ અહેમદે 22, ટ્રેવિસ હેડે 19 અને એડન માર્કરામે 17 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલરે તેની 4 ઓવરના ક્વોટામાં 6.2ની ઈકોનોમી પર 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય નૂર અહેમદ, રાશિદ ખાન, ઉમેશ યાદવ અને અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​1-1 વિકેટ લીધી હતી.


  • Follow us on: