• લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
  • આ મેચમાં જીતનો હીરો ફાસ્ટ બોલર મંયક યાદવ
  • મંયક યાદવે તેની ડેબ્યૂ મેચમાં મહત્ત્વની 3 વિકેટ ઝડપી

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે ખૂબ જ શાનદાર મેચ રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનૌએ શાનદાર જીત નોંધાવી હતી. 21 વર્ષનો મયંક યાદવ આ મેચનો હીરો હતો. તેણે માત્ર પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા જ નહીં પરંતુ તેના ખતરનાક યોર્કર પણ ફેંક્યા. મયંકે મેચ બાદ કહ્યું કે હું મેચ પહેલા ખૂબ જ નર્વસ હતો.

મેચ બાદ મંયકની પ્રતિક્રિયા

મયંક યાદવે મેચ બાદ કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલું સારું ડેબ્યૂ કરીશ. મેચ પહેલા હું ખૂબ જ નર્વસ હતો. મેં મારી બોલિંગની સ્પિડ જાળવી રાખી હતી અને સ્ટમ્પ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હું પણ ધીમા બોલ નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પછી મે મારી સ્ટ્રેન્થ પર બોલિંગ કરવાનું વિચાર્યું. બેરસ્ટોની પ્રથમ વિકેટ મારા માટે ખાસ હતી. આ ઉંમરે ડેબ્યુ કરવું એ પોતાનામાં મોટી વાત છે. મારા કેટલાક લક્ષ્યો છે. તે પૂર્ણ કરવાનું છે."

લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મયંક યાદવે પંજાબ કિંગ્સ સામે 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. મયંકની બોલિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સના જડબામાંથી વિજય છીનવી લીધો હતો. તે ડેબ્યૂ પર જ પ્લેયર ઓફ ધ મેચ બનનાર પ્રથમ ફાસ્ટ બોલર છે.

મયંક યાદવની કારકિર્દી

મયંકે તેના 24 બોલમાંથી 12 ડોટ બોલ નાખ્યા હતા. તેણે જોની બેયરસ્ટો, જીતેશ શર્મા અને પ્રભસિમરન સિંહ જેવા બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા. તેણે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 8 બોલ ફેંક્યા. મયંકે અંડર 23 કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 15 વિકેટ લીધી હતી. મયંક યાદવે 17 લિસ્ટ A મેચમાં 34 વિકેટ લીધી છે જ્યારે તેણે 10 T20 મેચમાં 12 વિકેટ લીધી છે.

  • Follow us on: