- T20 વર્લ્ડકપ 2024 આજથી એટલે કે 1 જુનથી શરૂ થઇ રહ્યો છે
- ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે
- વર્લ્ડકપની એક આવૃત્તિમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે
T20 વર્લ્ડકપ 2024 રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ટીમ ઈન્ડિયા શનિવારે બાંગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમશે. T20 વર્લ્ડકપની પ્રથમ આવૃત્તિ 2007માં રમાઈ હતી. આ 17 વર્ષમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા. પરંતુ શું તમે જાણો છો કે T20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની એક એડિશનમાં કઈ ટીમે સૌથી વધુ સિક્સ ફટકારી છે?
ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનું વર્ચસ્વ...
T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં રેકોર્ડ 239 સિક્સર ફટકારી હતી. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે. પાકિસ્તાને રેકોર્ડ 220 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પછી વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા સ્થાને છે. T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં 219 સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે છે. આ ટીમો પછી બીજા ક્રમે ઈંગ્લેન્ડ છે. ઈંગ્લેન્ડે T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં 216 છગ્ગા ફટકાર્યા છે.
આ યાદીમાં કયા નંબરે છે ટીમ ઈન્ડિયા?
જ્યારે ભારતીય ટીમની વાત કરીએ તો તે આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં ભારતીય ટીમે 207 સિક્સ ફટકારી છે. ટીમ ઈન્ડિયા પછી શ્રીલંકાનો નંબર છે. આ ટીમે T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં 200 સિક્સર ફટકારી છે. જ્યારે શ્રીલંકા પછી ન્યુઝીલેન્ડનો નંબર આવે છે. T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં કિવી ટીમે 196 સિક્સ ફટકારી છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા 8માં સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડકપની એક જ આવૃત્તિમાં 186 છગ્ગા ફટકાર્યા છે. બાંગ્લાદેશની ટીમ 142 છગ્ગા સાથે 9માં સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાન 109 છગ્ગા સાથે 10મા સ્થાને છે.