• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી યુએસએ અને કેનેડા વચ્ચેની મેચથી થશે
  • ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સાથે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમશે
  • ભારત પાસે વોર્મ-અપ મેચમાં પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાની છેલ્લી તક

T20 વર્લ્ડકપ 2024નું બ્યુગલ વાગી ગયું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી યુએસએ અને કેનેડા વચ્ચે રમાનારી મેચથી શરૂ થશે. આ વખતે વર્લ્ડકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા 1 જૂન એટલે કે આજે બાંગ્લાદેશ સાથે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડકપ પહેલા પ્રશંસકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે?

વોર્મ-અપ મેચમાં પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાની છેલ્લી તક

આ વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં પ્રથમ વખત ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડકપમાં રમતા જોવા મળશે. વર્લ્ડકપમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમ ઈન્ડિયા પાસે તેની પ્લેઈંગ ઈલેવનને ફાઈનલ કરવાની છેલ્લી તક હશે. કેપ્ટન રોહિત શર્મા એવા ખેલાડીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેઓ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરશે.


શું ટીમ ઈન્ડિયા બે પરફેક્ટ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે?

આ વખતે ટીમ ઈન્ડિયામાં ચાર સ્પિન બોલર સામેલ છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ છે. હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન રોહિત શર્મા બંને પરફેક્ટ સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સાથે પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરશે કે કેમ.

2 વિકેટકીપર, કોને મળશે તક?

આ વખતે ટીમ ઈન્ડિયામાં 2 વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે પરંતુ આમાંથી માત્ર એક વિકેટકીપર બેટ્સમેન પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળશે. જોકે, પંતના રમવાની શક્યતાઓ વધુ હોવાનું કહેવાય છે.


ભારત પાસે 4 ઓલરાઉન્ડર

આ વખતે ટીમ ઈન્ડિયામાં ચાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ છે. જેમાંથી પ્લેઈંગ ઈલેવનમાં વાઇસ કેપ્ટન હાર્દિક અને રવીન્દ્ર જાડેજાનું રમવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

  • Follow us on: