- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે
- રોહિત-વિરાટની 14 મહિના બાદ T20Iમાં વાપસી
સાઉથ આફ્રિકાના લાંબા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આ વર્ષે પ્રથમ વખત ઘરઆંગણે રમતી જોવા મળશે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે નવા વર્ષની શરૂઆત T20 સિરીઝથી કરશે. ભારતે અફઘાનિસ્તાન સાથે 3 મેચની T20 સિરીઝ રમવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે એટલે કે ગુરુવારે, 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે.
અફઘાનિસ્તાન સિરીઝમાંથી નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીની T20 ટીમમાં વાપસી થઈ છે. બંને લાંબા સમય બાદ આ ફોર્મેટમાં રમતા જોવા મળશે. રોહિત ઇનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે કિંગ કોહલી ત્રીજા નંબર પર રમતો જોવા મળશે.
આ ખેલાડીઓનું રમવું મુશ્કેલ
સ્ટાર ઓપનર શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે પ્રથમ T20માં રમવું મુશ્કેલ છે. વાસ્તવમાં, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આવી સ્થિતિમાં ગિલને બેન્ચ પર બેસવું પડી શકે છે. જીતેશ શર્માને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. તે પાંચમા ક્રમમાં આવતાની સાથે જ મોટા શોટ રમવામાં માહિર છે.
શું રોહિત અને યશસ્વી ઓપનિંગ કરશે?
કેપ્ટન રોહિત શર્મા અને તોફાની બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી વિરાટ કોહલીનું ત્રીજા નંબર પર રમવું નિશ્ચિત છે. તિલક વર્મા ચોથા નંબર પર અને વિકેટકીપર જીતેશ શર્મા પાંચમા નંબર પર રમી શકે છે. આ પછી રિંકુ સિંહનું રમવાનું નિશ્ચિત છે. સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબર પર જોવા મળશે. તેની સાથે કુલદીપ યાદવ અથવા રવિ બિશ્નોઈ બીજા સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમારની ત્રિપુટી એક્શનમાં જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્વોઈ/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ. કુમાર અને આવેશ ખાન.
અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ભારતની સંપૂર્ણ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્વોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.