- અફઘાનિસ્તાન સામે આજથી મોહાલીમાં ત્રણ મેચની T20 સિરીઝ શરૂ
- આ સિરીઝ ભારતની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી T20 સિરીઝ હશે
- આ સિરીઝમા ભારતના ત્રણ અનુભવી ખેલાડીઓ નહી રમશે
અફઘાનિસ્તાન સામે ભારતની આજથી મોહાલીમાં ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ ભારતની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે. ઉલ્લેખનીય છે કે આજે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમના ત્રણ અનુભવી ખેલાડીઓ નહી રમવાના સમાચાર સામે આવ્યા છે.
આજથી મોહાલીમાં ત્રણ મેચની T20 સિરીઝ શરૂ
અફઘાનિસ્તાન સામે આજથી મોહાલીમાં ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ ભારતની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ થઇ શકે છે. T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી માટે ભારત પાસે વધુ સમય બચ્યો નથી. ભારતના ત્રણ અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમા કેમ નથી રમી રહ્યા તે મોટો સવાલ છે.
બુમરાહ-સિરાજ અને જાડેજા કેમ નથી રમી રહ્યા?
ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ રમી રહ્યા નથી. આ વિશે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે જે પ્રમાણે સતત રીતે મેચ રમાઈ રહી છે તે જોતા ખેલાડીઓને આરામ આપવો પણ જરૂરી છે. બધા ખેલાડીઓ માટે આખો સમય રમવું શક્ય નથી, ખાસ કરીને એવા ખેલાડીઓ જેઓ ત્રણેય ફોર્મેટમા રમી રહ્યા છે. આપણા માટે જે મહત્વનું છે તેને પ્રાથમિકતા આપવી પડશે.
મોટું અપડેટ આવ્યું સામે
ભારતના મુખ્ય કોચે કહ્યું, 'ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની હોમ સિરીઝને ધ્યાનમાં રાખી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા આ સિરીઝ રમી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી અમે સતત રીતે કેટલાક રોટેશન કરી રહ્યા છીએ. રાહુલ દ્રવિડે સ્વીકાર્યું કે ભારતીય ખેલાડીઓને T20 વર્લ્ડ કપ પહેલા એક જૂથ તરીકે રમવાની ઘણી તકો નહીં મળે અને કહ્યું કે જૂનમાં યોજાનારી ટૂર્નામેન્ટ પહેલા તેમને માનસિક રીતે સ્વસ્થ રહેવાની જરૂર છે. દ્રવિડે કહ્યું કે ટીમ સિલેક્શન માટે IPL 2024 પર પણ થોડો આધાર રાખવો પડશે. T20 વર્લ્ડ કપ માટે અમારી પાસે વધારે સમય નથી. ખેલાડીઓને એવી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થવાની જરૂરિયાત પર દ્રવિડે ભાર મૂક્યો છે.