• આજની મેચમાં વરસાદ નહીં બને વિઘ્ન
  • ઠંડીના કારણે બનતી ધુમ્મસ અને ઝાકળ બનશે વિઘ્ન
  • ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી T20 સિરીઝ છે. આ સિવાય આ સીરીઝમાં બીજી એક ખાસ વાત છે અને તે એ છે કે આ સીરીઝમાંથી ભારતીય ક્રિકેટના બે મોટા સ્ટાર્સ T20 ટીમમાં પરત ફરી રહ્યા છે. અહીં વાત થઈ રહી છે ભારતીય ટીમના વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે. જો કે આ દરમિયાન ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ભારત-અફઘાનિસ્તાન ટી-20 મેચ વરસાદને કારણે રદ્દ થશે? તો ચિંતા કરવાની જરૂર નથી. જાણો આજે મોહાલીમાં કેવું રહેશે હવામાન.

રોહિતની આગેવાનીમાં રમાશે મેચ

આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે. આવી સ્થિતિમાં એ પણ સ્પષ્ટ છે કે રોહિત 2024 T20 વર્લ્ડ કપમાં ભારતની આગેવાની કરશે. જો કે ચાહકો માટે નિરાશાજનક સમાચાર પણ છે. દરેકનો ફેવરિટ વિરાટ કોહલી તેની પ્રથમ ટી20 નથી રમી રહ્યો. તે બીજી અને ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે.


જાણો મેચ દરમિયાન મોહાલીનું હવામાન કેવું રહેશે?

હવે હવામાન વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 જાન્યુઆરીના રોજ મોહાલીનું હવામાન એકદમ સાફ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, ઝાકળની અસર ખૂબ જ વધારે રહેશે. આવી સ્થિતિમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મોહાલીમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ આવો છે

અત્યાર સુધીમાં, ટીમ ઇન્ડિયા મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન ભારતે ત્રણ મેચ જીતી છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: