• ભારતીય ફિલ્ડરોએ મેચમાં કુલ ત્રણ કેચ છોડ્યા
  • અક્ષર-હર્ષલ-રાહુલે કેમેરોન ગ્રીન-મેથ્યુ વેડને જીવનદાન આપ્યું
  • કેમેરોન ગ્રીને 61 અને મેથ્યુ વેડે 45 રન ફટકાર્યા

ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ પ્રથમ T20Iમાં ભારતની નબળી ફિલ્ડિંગની ટીકા કરી હતી. 208ના સ્કોરનો બચાવ કરતા ભારતીય ફિલ્ડરોએ કેમેરોન ગ્રીન (30 બોલમાં 61 રન) અને મેથ્યુ વેડ (21 બોલમાં અણનમ 45) સહિત ત્રણ કેચ છોડ્યા હતા.

ભારતની હાર બાદ ભડક્યો રવિ શાસ્ત્રી 

ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ પ્રથમ T20 ઇન્ટરનેશનલમાં ભારતની નબળી ફિલ્ડિંગની ટીકા કરી હતી. 208ના સ્કોરનો બચાવ કરતા ભારતીય ફિલ્ડરોએ કેમેરોન ગ્રીન (30 બોલમાં 61 રન) અને મેથ્યુ વેડ (21 બોલમાં અણનમ 45) સહિત ત્રણ કેચ છોડ્યા હતા. કોમેન્ટ્રી બોક્સમાં હાજર રહેલા શાસ્ત્રીએ કહ્યું, 'જો તમે અગાઉની તમામ ટોચની ભારતીય ટીમો પર નજર નાખો તો તેમાં યુવા અને અનુભવનો સારો સમન્વય જોવા મળ્યો છે, મને અહીં યુવાનોની ખોટ દેખાઈ રહી છે અને તેથી ફિલ્ડિંગને અસર થઈ છે.'


ફિલ્ડિંગની બાબતમાં ટીમ ઇન્ડિયા છેલ્લા ક્રમે

તેણે કહ્યું, 'જો તમે છેલ્લા પાંચથી છ વર્ષ પર નજર નાખો તો મને લાગે છે કે આ ટીમ ફિલ્ડિંગની બાબતમાં ટોચની કોઈપણ ટીમ સાથે ટક્કર નથી આપતી. તે મોટી ટુર્નામેન્ટમાં ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે.

ટેલેન્ટ ક્યાં છે, એક્સ-ફેક્ટર ક્યાં છે?

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચે કહ્યું, 'એનો અર્થ એ છે કે બેટિંગ યુનિટ તરીકે તમારે દરેક મેચમાં 15-20 રન વધુ બનાવવા પડશે કારણ કે જો તમે ટીમની આસપાસ જુઓ તો ટેલેન્ટ ક્યાં છે? જાડેજા નથી, એ એક્સ-ફેક્ટર ક્યાં છે?'


અક્ષર-હર્ષલ-રાહુલે છોડ્યા કેચ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં અક્ષર પટેલે પ્રથમ 42 રનના વ્યક્તિગત સ્કોર પર ડીપ મિડવિકેટ પર ગ્રીનને જીવનદાન આપ્યું, કેએલ રાહુલ આગલી ઓવરમાં લોંગ ઓફ પર કેચ લેવામાં નિષ્ફળ ગયો. જો કે, જે કેચ મોંઘો સાબિત થયો તે મેથ્યુ વેડનો હતો, હર્ષલ પટેલે 18મી ઓવરમાં પોતાના જ બોલ પર વેડનો કેચ છોડ્યો. વેડે 21 બોલમાં અણનમ 45 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને ચાર બોલ બાકી રહેતા જીત અપાવી હતી.

  • Follow us on: