- વર્લ્ડકપના એક સપ્તાહ પહેલા ઓસ્ટ્રેલિયા જશે ભારતીય ટીમ
- ટીમ ઇન્ડિયા 15 દિવસમાં છ T20 રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા જશે
- 17 અને 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ
T20 વર્લ્ડકપની તૈયારીઓ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ-ત્રણ T20 મેચની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ ICCની મેગા ઇવેન્ટ પહેલાં 15 દિવસમાં છ T20 મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારતીય ટીમ વર્લ્ડકપના એક સપ્તાહ પહેલાં પાંચમી ઓક્ટોબરે રવાના થશે. BCCI બે વોર્મ-અપ મેચ ઉપરાંત વધુ એક પ્રેક્ટિસ મેચનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.














