• ભારતે 5મી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું
  • ભારતે છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
  • ભારતે ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-1થી હરાવ્યું

ભારતીય ટીમે પાંચમી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું હતું. ભારતે છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયા પાસેથી જીત છીનવી લીધી હતી. આ મેચમાં અર્શદીપ સિંહ ભારત માટે હીરો સાબિત થયો, જેણે મેથ્યુ વેડ અને નાથન એલિસ સામે છેલ્લી ઓવરમાં 10 રનનો બચાવ કર્યો હતો. ભારતની આ જીત સાથે ઘણા રેકોર્ડ બન્યા હતા.

T20Iમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા બીજા સૌથી ઓછા માર્જિનથી વિજય (રનની દ્રષ્ટિએ)

  • 4 રન (DLS)- ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 2018
  • 6 રન - ભારત, બેંગલુરુ, 2023*
  • 11 રન - ભારત, કેનબેરા, 2020
  • 12 રન - ઓસ્ટ્રેલિયા, સિડની, 2020
  • 15 રન - ભારત, ડરબન, 2007.

ભારત સામે ટી20માં સૌથી વધુ રન

  • 592 રન - નિકોલસ પૂરન
  • 554 રન - ગ્લેન મેક્સવેલ
  • 500 રન – એરોન ફિન્ચ
  • 487 રન - મેથ્યુ વેડ
  • 475 રન - જોસ બટલર

T20Iમાં એક ટીમ સામે સૌથી વધુ જીત

  •  20 - પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ
  •  19 – ભારત વિ ઓસ્ટ્રેલિયા
  •  19 – ભારત વિ શ્રીલંકા
  •  19 - ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ
  • 18 – ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન

T20I દ્વિપક્ષીય શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ

  • 9 - રવિચંદ્રન અશ્વિન વિ શ્રીલંકા (ઘરેલૂ સિરીઝ, 2016)
  • 9 - રવિ બિશ્નોઈ વિ ઓસ્ટ્રેલિયા (ઘરેલૂ સિરીઝ, 2023)

સિરીઝમાં ભારતીય સ્પિનરોનું શાનદાર પ્રદર્શન

  • ભારતીય સ્પિનરો- 15 વિકેટ
  • ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ- 6 વિકેટ

યુવા ભારતીય ટીમે સિરીઝમાં શાનદાર પ્રદર્શન

ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ ODI વર્લ્ડકપ 2023 પછી ટીમ ઇન્ડિયા માટે પ્રથમ સિરીઝ હતી, જેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓ આરામ પર રહ્યા હતા. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ સીરીઝ માટે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં યુવા ટીમની પસંદગી કરી છે. યુવા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-1થી હરાવ્યું હતું.

  • Follow us on: