• T20 વર્લ્ડકપ 2024માં હવે અંતિમ તબક્કામાં સુપર-8 માટેની લડાઈ
  • દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી
  • સેમીફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમની સ્થિતિ આજે નક્કી થશે

T20 વર્લ્ડકપ 2024માં સુપર-8 માટેની લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ સુપર-8માંથી બહાર છે. સેમીફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમની સ્થિતિ આજે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ બાદ સ્પષ્ટ થશે. જો ભારત આ મેચ જીતે છે તો તેને સેમીફાઈનલની ટિકિટ મળી જશે, પરંતુ જો ભારત આ મેચ નજીકના અંતરથી હારી જાય છે, તો સંજોગોના આધારે તેને હજુ પણ સેમીફાઈનલમાં પ્રવેશ મળશે.

ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો મેચ

આ મેચ ઓસ્ટ્રેલિયા માટે ભારત કરતાં વધુ મુશ્કેલ છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ હારી જાય છે અને અફઘાનિસ્તાન તેની આગામી મેચ જીતે છે તો ભારત અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો શોધવો પડશે.

કોનું પલડું ભારે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 T20 મેચ રમાઈ છે. આમાં ભારતે 19 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. T20 વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા કુલ 5 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારત 3 વખત અને ઓસ્ટ્રેલિયા 2 વખત જીત્યું છે.


કેવી છે પિચ

આ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનોને મદદ કરે છે. અત્યાર સુધી અહીં કુલ 40 મેચ રમાઈ છે. જેમાં 18 મેચમાં ટીમે પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી છે. અહીં સરેરાશ સ્કોર 145 છે.

શું ભારત પ્લેઇંગ-11માં ફેરફાર કરશે?

ભારતીય ટીમે છેલ્લી 2 મેચમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમના પ્લેઈંગ-11માં કોઈ ફેરફારની શક્યતા નથી. ભારત આ જ પ્લેઇંગ-11 સાથે સુપર-8ની છેલ્લી મેચ પણ રમી શકે છે. ખાસ કરીને કુલદીપ યાદવે જે પ્રકારનું પ્રદર્શન બતાવ્યું છે તેનાથી તેનો દાવો હવે મજબૂત છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ-11

મિચેલ માર્શ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એશ્ટન એગર, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

  • Follow us on: