• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો
  • ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે

T20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચ ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો સેમીફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયન ટીમે સેમિફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત કરવા માટે આ મેચ જીતવી પડશે.

ઓસ્ટ્રેલિયન ટીમને સુપર 8માં અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ગ્રુપ-1ની લડાઈ ઘણી રોમાંચક બની ગઈ છે. આ ગ્રુપની તમામ ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. ભારતને ટોચના ચારમાં સ્થાન મેળવવા માટે માત્ર એક પોઈન્ટની જરૂર છે કારણ કે તેણે તેની પ્રથમ બે સુપર 8 મેચ સરળતાથી જીતી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચમાં પિચની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે.

પિચ રિપોર્ટ

ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે. તેથી આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે, વેસ્ટ ઈન્ડિઝની આ પિચ પર હાઈ સ્કોરિંગ મેચો જોવા મળે છે. જેમાં અફઘાનિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ દ્વારા 218 રનનો સર્વોચ્ચ સ્કોર પણ સામેલ છે. બોલરોને પણ નવા બોલથી થોડી મદદ મળી છે, પરંતુ આગામી મેચમાં બેટ્સમેનો આ મેદાન પર પ્રભુત્વ જમાવ્યું છે.

બંને દેશોની ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

  • Follow us on: