• 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે
  • વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાશે
  • આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

વર્લ્ડ કપ 2023 રોમાંચક બની છે. 15 અને 16 નવેમ્બરના વર્લ્ડ કપની બે સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પહેલી સેમિફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું જ્યારે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટથી સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફોમ કરી લીધી છે. ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની બોલિંગ ટીમ ઈન્ડિયા માટે મહત્વની રહેશે.

ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાશે

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ વખતે ટાઈટલ જીતવા માટે પાંચ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. બધાની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પર રહેશે.

સારી શરૂઆત કરવાની જવાબદારી રોહિત પર રહેશે 

રોહિત પર ભારતને સારી શરૂઆત કરાવવાની જવાબદારી રહેશે. તેના માટે શુભમન ગિલ સાથે મજબૂત ભાગીદારી બનાવવી મહત્વપૂર્ણ રહેશે. રોહિતે આ વર્લ્ડ કપમાં ઘણી મેચોમાં ભારતને સારી શરૂઆત અપાવી છે. તેમણે અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે અફઘાનિસ્તાન સામે 131 રન, પાકિસ્તાન સામે 86 રન, બાંગ્લાદેશ સામે 48 રન અને ઈંગ્લેન્ડ સામે 87 રન બનાવ્યા હતા.

જો વિરાટ કોહલી સદી ફટકારે તો...

કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે ત્રણ સદી પણ ફટકારી છે. જો વિરાટનું બેટ કામ કરશે તો ભારત માટે જીત આસાન બની જશે. તેમણે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પણ સદી ફટકારી હતી. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી.

શમી-બુમરાહે બતાવવો પડશે જાદુ 

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સેમીફાઈનલમાં ભારત માટે 7 વિકેટ ઝડપી હતી. તેમણે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. શમીએ ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ટોપ પર છે. શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ પાંચમા નંબર પર છે. તેણે 10 મેચમાં 18 વિકેટ લીધી છે. બુમરાહનું પ્રદર્શન પણ ટીમ માટે ઘણું મહત્વનું રહેશે. જો આ બંને નીકળી જશે તો ઓસ્ટ્રેલિયાની હાલત વધુ ખરાબ થઈ શકે છે.

રવિન્દ્ર જાડેજાએ જોરદાર પ્રદર્શન કરવું પડશે

જાડેજાએ ફાઈનલ મેચમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવી પડશે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર છે. પંડ્યાએ ઓલરાઉન્ડર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે ફાસ્ટ બોલર તરીકે પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. હવે જવાબદારી જાડેજા પર રહેશે. સ્પિન બોલિંગ કરતી વખતે. જાડેજાએ કુલદીપ યાદવની સાથે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.

  • Follow us on: