• પિચ વિવાદ અંગે શુભમન ગિલની પ્રતિક્રિયા
  • મને હમણાં જ ખબર પડી કે પિચ પર કોઈ વિવાદ છે: ગિલ
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં સર્જાયો પિચ વિવાદ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરના રોજ વાનખેડે, મુંબઈ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 70 રનથી જીત મેળવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી. પરંતુ આ મેચ પહેલા જ વાનખેડે પીચને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો, જે મેચ પુરો થયા બાદ ન્યુઝીલેન્ડના મીડિયાએ વધુ વકર્યો હતો. હવે આ અંગે ભારતીય ઓપનર શુભમન ગીલની એક પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે, જે ખૂબ જ રમુજી પણ છે.

શુભમને શું કહ્યું?

મેચ બાદ જ્યારે શુભમન પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો ત્યારે મીડિયાએ તેને આ અંગે સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ પીચ વિવાદ અંગેના તેમના નિવેદને બધાને હસાવ્યા હતા. તેણે કહ્યું, 'મને હમણાં જ ખબર પડી કે પિચ પર કોઈ વિવાદ છે. શું કોઈ વિવાદ હતો?

શું છે સમગ્ર વિવાદ?

હવે જો સમગ્ર પિચ વિવાદની વાત કરીએ તો મેચ પહેલા જ તેની ચર્ચા થઈ રહી હતી. વિવાદ એ હતો કે એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે સેમિફાઇનલ મેચ નવી પિચ પર યોજાવાની હતી, પરંતુ મેચ પહેલા પિચમાં ફેરફાર કરીને મેચને વપરાયેલી પીચ પર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીંથી વિવાદ શરૂ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ આ મેચ હારી ગયું તો સ્થાનિક મીડિયાએ પણ તેની ટીકા કરી હતી.

ICC દ્વારા જવાબ આપવામાં આવ્યો

જોકે, આ સમગ્ર વિવાદનો ICC દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે આવી ઈવેન્ટ્સમાં આ સામાન્ય છે. મેચ પહેલા, પિચ એક્યુરેટરને કેટલાક કારણોસર પિચમાં ફેરફાર કરવો પડ્યો હતો, જે ઘણી વાર થાય છે. સાથે જ ICC અને તેના પિચ સંબંધિત અધિકારીઓને પણ આ વાતની જાણ હતી. તેથી, આ બાબતે ટીકા તદ્દન ખોટી છે. આ વિવાદ પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ ટ્વીટ કર્યું હતું.


  • Follow us on: