ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. સમગ્ર મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો અકબંધ રહ્યો હતો. મેચમાં બાંગ્લાદેશ માત્ર સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ હાર બાદ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.


નઝમુલ હુસૈન શાંતોનું નિવેદન

મેચ બાદ બોલતા નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું, "પ્રથમ 2-3 કલાકમાં હસન, તસ્કીન અને રાણાએ જે રીતે બોલિંગ કરી તે પ્રભાવશાળી હતી. તે પછી ભારતે સારી બેટિંગ કરી હતી. અમે જે રીતે નવા બોલ સાથે બોલિંગ કરી તે રીતે પ્રભાવશાળી હતી." બોલરો વિશે વધુ વાત કરતાં નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું, "અમે છેલ્લી કેટલીક સિરીઝમાં સારી બોલિંગ કરી છે પરંતુ અમારે તેને જાળવી રાખવાની છે. એક બેટ્સમેન તરીકે, હું હંમેશા યોગદાન આપવાનો પ્રયત્ન કરું છું. હું મારી બેટિંગનો આનંદ માણું છું. હું વધુ બેટિંગ કરવાનો પ્રયાસ કરું છું.

આ મેચની સ્થિતિ

મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. ત્યારપછી બાંગ્લાદેશ પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવ્યું અને માત્ર 149 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાને 287 રન બનાવીને દાવ ડિકલેર કર્યો અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ 234 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતે 280 રનથી જીત મેળવી હતી.


  • Follow us on: