ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પહેલી મેચ રમાઈ રહી છે. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ખરાબ શરૂઆત જોવા મળી છે. ભારતીય ટીમને લંચ બ્રેક સુધી પહેલા સેશનમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના રૂપમાં ત્રણ મોટા ઝટકાઓ લાગ્યા છે. જે બાદ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે ઈનિંગની કમાન સંભાળી હતી. મેચ દરમિયાન પંત અને બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી.


પંત અને દાસ વચ્ચે બોલાચાલી

રિષભ પંત લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પંતની જૂની સ્ટાઈલ તેના પરત ફર્યા બાદ જોવા મળી રહી છે. મેચના પહેલા દિવસે પંત અને લિટન દાસ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. જયસ્વાલના શોટ પર રન લેતી વખતે લિટન દાસે પંત તરફ બોલ ફેંક્યો. જેના કારણે બોલ પંતને અથડાતા બચી ગયો હતો. તે પછી, પંતને દાસ તરફ જોઈને કહેતા સાંભળવામાં આવ્યા કે, 'તેને ફેંકશો નહીં, તમે મને શા માટે ફટકારો છો?'

 

પંતનું શાનદાર કમબેક

કાર અકસ્માત બાદ પંત IPL 2024થી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. જે બાદ તે ટી20 ક્રિકેટ અને વનડે ક્રિકેટમાં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. પરંતુ ફેન્સ પંતની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની રાહ જોઈ રહ્યા હતા. પંતે બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. અત્યાર સુધી પંતે શાનદાર બેટિંગ કરી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં પંત 33 રન બનાવી ચૂક્યો છે.

કેવું રહ્યું રિષભ પંતનું ટેસ્ટ કરિયર?

રિષભ પંતે ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 33 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેને 5 સદી અને 11 અડધી સદીની મદદથી 2271 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 159 રન છે.

  • Follow us on: