બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની સામે 400થી વધુ રનની લીડ મેળવી હતી. મેચના ત્રીજા દિવસે શનિવારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો પણ સંમત થયા હતા.


રિષભ પંતે ગોઠવી બાંગ્લાદેશની ફિલ્ડિંગ!

ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંત અને શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ બંને અડધી સદી પૂરી કરી ચૂક્યા હતા અને અણનમ રહ્યા હતા. આ દરમિયાન રિષભ પંત બાંગ્લાદેશની ફિલ્ડિંગ ગોઠવતો જોવા મળ્યો હતો. તેણે શાંતોને સૂચન કર્યું કે ફિલ્ડરોને ક્યાં મૂકવો. તેનો વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. પંતના વીડિયો પર ફેન્સે ઘણી રસપ્રદ કોમેન્ટ્સ કરી છે.


ટીમ ઈન્ડિયાએ બનાવી 432 રનની લીડ

સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 51 ઓવરમાં 205 રન બનાવી લીધા હતા. આ દરમિયાન પંત 82 રન બનાવીને રમી રહ્યો હતો. 108 બોલનો સામનો કરીને તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે 137 બોલનો સામનો કરીને 86 રન બનાવ્યા હતા. ગિલે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દિવસના પ્રથમ સેશનમાં બાંગ્લાદેશી બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. ભારતે 432 રનની લીડ બનાવી લીધી છે.


  • Follow us on: