હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝમાં એક મેચ રમાઈ છે, જે ટીમ ઈન્ડિયાએ જીતી હતી. હવે બંને ટીમ બીજી ટેસ્ટ મેચ માટે કાનપુરમાં હાજર છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે. કાનપુર ટેસ્ટ માટે ભારતીય ટીમ જોરદાર તૈયારી કરી રહી છે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રેક્ટિસ કરી રહ્યા છે. કારણ કે આ બંને સિનિયર ખેલાડીઓ ચેન્નાઈ ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયા હતા, હવે ફેન્સની નજર બીજી ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ પર રહેશે.


લાઈવ મેચ ક્યાં જોઈ શકશો

બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. મેચ માટે ટોસ 9 વાગ્યે થશે, જ્યાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન પણ જોવા મળશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર થશે. જ્યાં તમે ફ્રીમાં મેચ જોઈ શકો છો.

 

આ સિવાય કાનપુર ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર થશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ જીતીને ભારતીય ટીમ WTC ફાઈનલ પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.

 

પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે ફેરફાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં લાલ માટીની પીચ પર રમાઈ હતી. જેના કારણે બંને ટીમ 3-3 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં આવી હતી. હવે કાનપુરમાં કાળી માટીની પીચ પર મેચ યોજાવા જઈ રહી છે, જેના પર સ્પિનરોને વધુ મદદ મળે છે. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ કુલદીપ યાદવ કાનપુર ટેસ્ટમાં રમતા જોવા મળી શકે છે. જો આમ થશે તો રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી ફાસ્ટ બોલરને પડતો મુકવો પડી શકે છે.


  • Follow us on: