બી ટાઉનમાં ઉર્મિલા માતોંડકરે 8 વર્ષ પછી તેના પતિ મોહસીન ખાનથી અલગ થવાનો નિર્ણય કર્યો. થોડા કલાકો બાદ રમત જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાના નતાશા સાથેના છૂટાછેડા બાદ WWE ના દિગ્ગજ સ્ટાર રેસલર રિક ફ્લેરે 75 વર્ષની વયે તેની 5મી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ એટલે કે WWEના ફેન્સ પ્રો રેસલિંગ લેજેન્ડ રિક ફ્લેરના છૂટાછેડાના સમાચાર સાંભળીને હેરાન થઈ ગયા છે. તેને માત્ર 6 વર્ષ પહેલા જ તેની પત્ની વેન્ડી બાર્લો સાથે લગ્ન કર્યા હતા અને 75 વર્ષની ઉંમરે તેણે છૂટાછેડાનો નિર્ણય લઈને ફેન્સને હેરાન કરી દીધા છે.
2018 માં લગ્ન કર્યા હતા
WWE સ્ટાર રેસલર રિક ફ્લેરે 6 વર્ષ પહેલા 2018માં વેન્ડી બાર્લો સાથે લગ્ન કર્યા હતા. આ તેમના 5મા લગ્ન હતા. તેમની પત્ની વેન્ડી બાર્લો 64 વર્ષની છે. છૂટાછેડાની જોહેરાત કરતાં, રિકે કહ્યું કે તેની પત્નીએ તેને ક્યારેય છોડ્યો નથી. આ માટે તે હંમેશા તેમનો આભારી રહેશે. હાલ બંને અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. બંનેના સમયને કારણે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આથી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. રિક ફ્લેર વેન્ડી બાર્લોને તેના પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવે છે.
https://www.instagram.com/p/DARuNpNiEwo/?utm_source=ig_embed&ig_rid=d02dbfc2-4a11-4007-a358-120aed0afd8a
પહેલા પણ થયા હતા અલગ
75 વર્ષીય રિક ફ્લેરે સપ્ટેમ્બર 2018માં વેન્ડી બાર્લો સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 2022માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડા સમય પછી બંને ફરી સાથે રહેવા લાગ્યા. વેન્ડી બાર્લો ફ્લેરની 5મી પત્ની હતી. તેમને અગાઉ લેસ્લી ગુડમેન, એલિઝાબેથ હેરેલ, ટિફની વેનડેમાર્ક અને જેક્લીન બીમ્સ સાથે લગ્ન કર્યા હતા.
રિક ફ્લેરે શું કહ્યું
રિક ફ્લેરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છૂટાછેડાની જાહેરાત કરી અને કહ્યું કે તેમને વેન્ડી બાર્લો સાથે 13 અદ્ભુત વર્ષ વિતાવ્યા. આ સમય દરમિયાન બંનેએ તમામ પ્રકારના ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે. તેમને લાગે છે કે અમે આદરપૂર્વક અલગ થવાનું નક્કી કર્યું છે તે જાણવું દરેક માટે અત્યારે મહત્વપૂર્ણ છે. 2017માં તે શારીરિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેની પત્નીએ તેને ઘણી મદદ કરી હતી. આનો આભાર શબ્દોમાં ના કહી શકાય.