ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી આર અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોની વિકેટ લઈને આર અશ્વિન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.


અનિલ કુંબલેનો તોડ્યો રેકોર્ડ

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે લંચ બાદ રવિચંદ્રન અશ્વિને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પહેલા દિવસે લંચ સુધી બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 74 રન હતો. વરસાદના કારણે બીજું સત્ર 15 મિનિટ મોડું શરૂ થયું હતું. સેશનની શરૂઆતમાં જ અશ્વિને કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે અશ્વિને અનિલ કુંબલેનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. તે હવે એશિયામાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.

એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ

  • મુથૈયા મુરલીધરન- 612
  • આર અશ્વિન- 420*
  • અનિલ કુંબલે- 419
  • રંગના હેરાથ- 354
  • હરભજન સિંહ - 300


હવે માત્ર શ્રીલંકાના મુરલીધરનથી પાછળ છે અશ્વિન

આર અશ્વિને એશિયામાં અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 420 વિકેટ લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ પોતાની કારકિર્દીમાં એશિયામાં 419 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એશિયામાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરન નંબર વન પર છે. મુથૈયા મુરલીધરને એશિયામાં રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 512 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

કેવી છે આર અશ્વિનની કારકિર્દી?

આર અશ્વિને તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 101 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 522 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિને 8 વખત 10-10 વિકેટ, 37 વખત 5-5 વિકેટ અને 25 વખત 4-4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તે જ સમયે, આર અશ્વિને ODI ક્રિકેટમાં 116 મેચ રમી છે, જેમાં તેણે 156 વિકેટ લીધી છે. ઓડીઆઈ મેચમાં આર અશ્વિનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. આ સિવાય જો ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટની વાત કરીએ તો આર અશ્વિને 65 મેચ રમી છે, જેમાં તેણે કુલ 72 વિકેટ લીધી છે.

  • Follow us on: