ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની ત્રીજી મેચ હૈદરાબાદમાં રમાશે. આ મેચ માટે બંને ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી ચૂકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
આ ખેલાડીઓને સિરીઝમાં મળી નથી તક
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની પ્રથમ બે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. અત્યાર સુધી આ સિરીઝમાં રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, હર્ષિત રાણા અને તિલક વર્માને તક મળી નથી. હર્ષિત રાણા હજુ પણ તેની ડેબ્યૂ મેચની રાહ જોઈ રહ્યો છે. જો કે ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવ હર્ષિત રાણાને તક આપી શકે છે.
ટીમ મેનેજમેન્ટ આ મેચમાં મયંક યાદવને આરામ આપી શકે છે. તેમના સ્થાને હર્ષિત રાણાને જ તક મળી શકે છે. હર્ષિત રાણાએ IPL 2024માં KKR તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 18 વિકેટ ઝડપી હતી. તે મધ્યમ ઓવરો અને નવા બોલ સાથે ફેંકી શકે છે.
સંજુ સેમસન પાસે પોતાને સાબિત કરવાની તક
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની પ્રથમ બે મેચમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ તે તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં હવે તેની પાસે ત્રીજી મેચમાં મોટી ઇનિંગ રમવાની તક હશે. તેના સિવાય બધાની નજર અભિષેક શર્મા પર ટકેલી છે. આઈપીએલમાં હૈદરાબાદના આ મેદાન પર તેણે વિસ્ફોટક બેટિંગ કરી હતી. આવી સ્થિતિમાં તે આ મેચમાં પણ હલચલ મચાવી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત ઈલેવન:
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.