ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા ચાર મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ત્રણેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે. હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા.


ભારતને આપ્યો પ્રારંભિક ઝટકો

હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.

 

કોણ છે હસન મહમૂદ

હસન મહમૂદ બાંગ્લાદેશનો યુવા ફાસ્ટ બોલર છે. 12 ઓક્ટોબર 1999ના રોજ જન્મેલા હસન મહમૂદની આ ચોથી ટેસ્ટ મેચ છે. હસન મહમૂદે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 3.62ની ઈકોનોમી સાથે કુલ 14 વિકેટ ઝડપી છે. તેની ચોથી ટેસ્ટ મેચમાં પણ તેને પહેલા સેશનમાં 3 વિકેટ અને બીજા સેશનની શરુઆતમાં 1 વિકેટ ઝડપી છે. હસન મહમૂદે વન ડેમાં 22 મેચમાં 30 વિકેટ અને ઈન્ટરનેશનલ T20માં 18 મેચમાં 18 વિકેટ ઝડપી છે.

પાકિસ્તાન વિરૂદ્ધ લીધી 5 વિકેટ

હસન મહમૂદે તાજેતરમાં જ પાકિસ્તાન સામેની ટેસ્ટ ક્રિકેટ સિરીઝમાં પોતાના પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા હતા. બીજી ટેસ્ટ મેચમાં તેને 10.4 ઓવરમાં 43 રન આપીને 5 વિકેટ લીધી હતી. હસને પેહલી વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે પાકિસ્તાનમાં ટેસ્ટ ઈનિંગ્સમાં 5 વિકેટ લેનાર પહેલો બાંગ્લાદેશી ઝડપી બોલર બન્યો હતો. આ વિકેટો મોહમ્મદ રિઝવાન, અબ્દુલ શફીક, ખુર્રમ શહઝાદ, મોહમ્મદ અલી અને મીર હમઝાની હતી.


  • Follow us on: