ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી રમાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે. ભારતીય ટીમ લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટ રમતી જોવા મળશે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું છે અને તેનું મનોબળ ઉંચુ છે. આવી સ્થિતિમાં, અમે ચર્ચા કરીએ છીએ કે બંને ટીમો વચ્ચે કોનો હાથ ઉપર છે.
બંને ટીમોમાં કોનું પલડું ભારે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 ટેસ્ટ મેચ રમાઈ છે. બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી ભારત સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 13માંથી 11 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. આ આંકડાઓ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ, બાંગ્લાદેશ ટીમના ફોર્મને જોતા ભારતીય ટીમ આ મેચને બિલકુલ હળવાશથી લેવા માંગશે નહીં.
ટીમ ઈન્ડિયાએ કર્યા સુપડા સાફ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 2001માં રમાઈ હતી. બાંગ્લાદેશમાં રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. આ પછી ભારતે 2004-05માં ફરીથી બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો, જ્યાં ભારતે 2 મેચની સિરીઝ 2-0થી જીતી. 2007માં 2 મેચની સિરીઝમાં એક મેચ ડ્રો રહી હતી, ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ સિરીઝ બાંગ્લાદેશમાં રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ 2 મેચની સિરીઝ 2-0થી જીતી લીધી હતી.
પ્રથમ ટેસ્ટ મેચ માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બમરાહ અને યશ દયાલ