ચેપોકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ખાસ સ્થાન હાંસલ કર્યું છે. બાંગ્લાદેશ સામે બીજી ઇનિંગમાં પ્રથમ વિકેટ લીધા બાદ તે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે હોંગકોંગના બોલર એહસાન ખાનને પાછળ છોડી દીધો છે.


બુમરાહે 47 વિકેટ લીધી

જસપ્રીત બુમરાહે આ વર્ષે અત્યાર સુધીમાં 14 મેચમાં 47 વિકેટ લીધી છે. તેણે 6 ટેસ્ટ મેચની 12 ઇનિંગ્સમાં 32 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે 8 T20 મેચમાં 15 વિકેટ ઝડપી છે. તેણે આ વર્ષે એક પણ વનડે મેચ રમી નથી.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરો

  • જસપ્રીત બુમરાહ: 47 વિકેટ
  • એહસાન ખાન: 46 વિકેટ
  • વાનિન્દુ હસરંગા: 43 વિકેટ
  • જોશ હેઝલવુડ: 41 વિકેટ

પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી

જસપ્રીત બુમરાહે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ, હસન મહમૂદ અને તસ્કીન અહેમદને આઉટ કર્યા હતા. તેમની ખતરનાક બોલિંગના કારણે બાંગ્લાદેશનો પ્રથમ દાવ માત્ર 149 રનમાં સમેટાઈ ગયો હતો.

મેચની સ્થિતિ

આ સાથે જ ભારતે બાંગ્લાદેશને 515 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેનો બીજો દાવ ચાર વિકેટે 287 રન પર ડિકલેર કર્યો હતો. ગિલે 176 બોલમાં અણનમ 119 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે પંતે 128 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 13 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ત્રીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.

  • Follow us on: